BREAKING NEWS

પીવી સિંધુ ફ્રેન્ચ ઓપનમની સેમિફાઇનલમાં પહોંચી, અશ્મિતા ચાલિહાનું શાનદાર અભિયાન સમાપ્ત

  • October 23, 2026 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ શુક્રવારે ફ્રેન્ચ ઓપન સુપર 750 બેડમિન્ટન ટૂર્નામેન્ટના મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં શાનદાર પ્રવેશ કર્યો છે. તેમણે ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં સીધા ગેમ્સમાં વિજય મેળવ્યો હતો. બીજી તરફ, અશ્મિતા ચાલિહાનું આ ટૂર્નામેન્ટમાં શાનદાર સફર ક્વાર્ટર ફાઇનલમાં સમાપ્ત થઈ ગયું છે.


આ સાથે જ હવે આ ટૂર્નામેન્ટમાં ભારત તરફથી માત્ર પીવી સિંધુ એકમાત્ર ખેલાડી મેદાનમાં બચી છે. સેમિફાઇનલ મુકાબલામાં હવે તેમનો સામનો જાપાનની હિના અકેચી સામે થશે.

સિંધુએ એકતરફી મુકાબલામાં મેળવી સરળ જીત
પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ચીની તાઈપેની ચિયુ પિન-ચિયાનને 21-13, 21-14 થી હરાવવામાં માત્ર 39 મિનિટનો સમય લીધો હતો. સમગ્ર મુકાબલો દરમિયાન સિંધુએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.

જ્યારે બીજી તરફ 27 વર્ષીય અશ્મિતા ચાલિહાનું સફર આગળ વધી શક્યું નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે અશ્મિતાએ ગુરુવારે પ્રી-ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં જાપાનની ત્રણ વખતની વિશ્વ ચેમ્પિયન અકાને યામાગુચીને હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો.



વિશ્વ રેન્કિંગમાં 36મા સ્થાને રહેલી ભારતીય ખેલાડી અશ્મિતાને ક્વાર્ટર ફાઇનલ મેચમાં જાપાનની પૂર્વ વિશ્વ ચેમ્પિયન અને ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા નોઝોમી ઓકુહારા સામે 10-21, 21-17, 16-21 થી હારનો સામનો કરવો પડ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application