BREAKING NEWS

ભગવતીપરામાં પાનનો ધંધાર્થી મોબાઇલ આઇડી મારફત જુગાર રમતા ઝડપાયો

  • September 23, 2026 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ભગવતીપરા મેઇન રોડ પર પુલ નીચે શેરી નંબર ચાર પાસે પાનની દુકાન બહાર મોબાઈલ આઈડી મારફત તીનપત્તીનો જુગાર રમી રહેલા પાનની દુકાન ધરાવનાર વેપારીને પોલીસે ઝડપી લીધો હતો. તેની પૂછતાછ કરતા આઈડી આપનાર તરીકે હાર્દિક જાદવનું નામ ખુલ્યું હતું. જેથી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.જાણવા મળતી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસમાં કોન્સ્ટેબલ જગદીશભાઈ વાંક તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન ભગવતીપરા મેઇન રોડ પર પુલ નીચે શેરી નંબર 4 માં આવેલી બાલાજી પાન નામની દુકાન બહાર એક શખસ મોબાઈલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો હોય પોલીસે આ શખસની પુછતાછ કરતા તેણે પોતાનું નામ નિલેશ ચતુરભાઈ કોશીયા(ઉ.વ.39 રહે. ભગવતીપરા મેઇન રોડ શેરી નંબર ત્રણ- ચારનો ખૂણો પારેવડી ચોક) હોવાનું જણાવ્યું હતું.પોલીસે તેનો મોબાઇલ ફોન ચેક કરતા તેમાં ડીએમટી 7777 એપ્લિકેશનમાં આદિ 880 આઈડીમાં ઇન્સ્ટન્ટ તીનપત્તીમાં જુગાર રમતો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે આ શખસ પાસેથી રૂપિયા 10,000 ની કિંમતનો મોબાઇલ ફોન કબજે કરી તેની અટક કરી હતી. બાદમાં તેની પૂછપરછ કરતા તે પાનની દુકાન ચલાવતો હોવાનું માલુમ પડ્યું હતું અને જુગાર રમવા માટેની આઈડી તેને હાર્દિક ભરતભાઈ જાદવ (રહે. રાજકોટ) આપ્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે બંને સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી હાર્દિકને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે આ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ કછોટ ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application