પેકેડ ફૂડમાં ખાંડ,મીઠું કે ફેટનું પ્રમાણ વધુ હોય તે દેખાય તેમ લખાવું જોઈએ
પેકેડ ફૂડમાં ખાંડ,મીઠું કે ફેટનું પ્રમાણ વધુ હોય તે દેખાય તેમ લખાવું જોઈએ
September 09, 2026 11:56 AM
જો પેકેડ ખોરાક અને પીણામાં ખાંડ, મીઠું અથવા ચરબીનું પ્રમાણ વધુ હોય તો ગ્રાહકોને પેકેજિંગના આગળના ભાગમાં સ્પષ્ટ્રપણે જાણ કરવી જોઈએ, દેખાય તે રીતે ચેતવણી લખવી જોઈએ. સ્થાનિક વર્તુળો દ્રારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં, મોટી સંખ્યામાં ગ્રાહકોએ જણાવ્યું હતું કે જો ઉત્પાદન આમાંથી એક પણ ઘટક માટે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય તો સ્પષ્ટ્ર ચેતવણી હોવી જોઈએ.ગ્રાહકોએ એમ પણ કહ્યું હતું કે ફડ સેટી એન્ડ સ્ટાન્ડડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રસ્તાવિત નિયમોના બીજા તબક્કા સુધી આની રાહ જોવી જોઈએ નહીં.ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં એક દરખાસ્ત રજૂ કરી હતી તેમાં પ્રસ્તાવ છે કે પેકેડ ખોરાકના પેકેજના આગળના ભાગમાં ખાંડ, મીઠું અને સંતૃ ચરબીનું ઉચ્ચ સ્તર દર્શાવતી ચિત્રાત્મક ચેતવણી આપવામાં આવે.આ દરખાસ્તમાં પેકેજ પર લાલ ષટકોણ ચેતવણી લેબલ શામેલ હશે, જે ઉચ્ચ ખાંડ, ઉચ્ચ મીઠું, ઉચ્ચ ચરબી, અથવા અત્યતં મીઠા પીણા લેબલવાળા હશે