BREAKING NEWS

મુખ્યમંત્રી આજે રાત્રે જૂનાગઢમાં: કાલે સરદાર પટેલ જયંતી નિમિત્તે પદયાત્રા

  • November 08, 2025 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરદાર વલ્લ ભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીના  નિમિત્તે આવતીકાલે જુનાગઢમાં  યુનિટી પદયાત્રા નીકળશે. આજે મોડી સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું જૂનાગઢમાં આગમન થશે અને રાત્રી રોકાણ કરશે. આવતીકાલે સવારે યોજાનારી પદયાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,. પ્રભારી પ્રધુમનભાઈ વાજા સહિતના મંત્રી મંડળ જોડાશે.
૮.૬ કિલોમીટરની પદયાત્રાના ટ પર ટેબલોટ, સંસ્થાઓ દ્રારા આવકારશે. આ ઉપરાંત જૂનાગઢ  આઝાદી દિન નિમિત્તે નિમિત્તે મુખ્યમંત્રી દ્રારા બહાઉદીન કોલેજ ખાતે વિજય સ્તંભનું પૂજન કરાશે.જુનાગઢ શહેરમાં  આઝાદી દિવસ ઉપરાંત સરદાર વલ્લ ભભાઈ પટેલની જયંતી નિમિત્તે પદયાત્રા કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રભારી પ્રધુમનભાઈ વાજા, સમગ્ર રાયમાં પદયાત્રાનો રાય વ્યાપી    આરભં સૌપ્રથમ જૂનાગઢથી થનાર છે.  
આ પદયાત્રાનો ટ બહાઉદીન કોલેજ થી મોતીબાગ ,ઝાંસી રાણી સર્કલ ,બસ સ્ટેન્ડ, રેલવે ક્રોસિંગ, પાદર ચોક, ખલીલપુર મેન રોડ, બાપુનગર મેઇન રોડ, અગ્રાવત ચોક, સરદાર નગર મેઇન રોડ, રેલવે ક્રોસિંગ, ગાંધીચોક, ચીતાખાના ચોક કાળવા ચોક થી સરદાર ચોક જીમખાના સુધીનો રહેશે. આ પદયાત્રા દરમિયાન જુદી જુદી સંસ્થાઓ દ્રારા અલગ અલગ કુલ ૧૩ જગ્યાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.૮.૬ કિલોમીટરની યુનિટી માર્ચ પદયાત્રામાં નાગરિકો ,કોલેજના વિધાર્થીઓ,  સરકારી સંસ્થાઓ, વિવિધ રાજકીય પક્ષો , સંગઠનો, ધાર્મિક સંસ્થા,સ્થાનિક સાધુ સંતો, રમતવીરો, સૈનિક પરિવારો,પ્રબુદ્ધ નાગરિકો ,કામદારો, સામાજિક આગેવાનો સહિતના ઉપસ્થિત રહેશે. તેમજ  ઠેર ઠેર સ્વાગત કરશે.સમગ્ર ટ પર ૧૩ જેટલા અભિવાદન પ્લેટફોર્મ બનાવવામાં આવશે યાં સાંસ્કૃતિક કૃતિઓ અને યાત્રાનું સ્વાગત સહિત પુષ્પ વર્ષા અને આવકારવાના કાર્યક્રમો થશે.

સ્વદેશી સ્મારક સ્થભં પૂજન સહિતના કાર્યક્રમો
આ ઉપરાંત ઝાંસીની રાણીના સર્કલ પાસે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત ૫૬૨ દેશી રજવાડાઓની યાદગીરીમાં સાબલપુર ચોકડી ખાતે સ્મૃતિ વનનું પણ નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રી સરદાર ચોકમાં સરદાર વંદના પુષ્પાંજલિ તેમજ બહાઉદિન કોલેજના મેદાનમાં આરઝી હકુમત સ્મારક સ્તભં ખાતે પૂજન પુષ્પાંજલિમાં જોડાશે. આ કાર્યક્રમમાં તમામ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકીય સામાજિક આગેવાનો વિવિધ સંસ્થા ના સભ્યો મહિલા મંડળો સહિતના હજારો લોકો જોડાશે.

ઉધોગ વિહોણા જૂનાગઢને વિશિષ્ટ્ર ભેટ મળશે?

 આઝાદી દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહેનાર હોય અને તેના હસ્તે કાર્યક્રમના રોજ જેથી જૂનાગઢવાસીઓ ને ખાસ વિશિષ્ટ્ર પેકેજ આપે તેવી પણ માંગ ઉઠી છે.. ઉધોગ વિહોણા જૂનાગઢમાં સરકાર દ્રારા વિશિષ્ટ્ર ભેટ આપે તેવી માંગ ઉઠી છે આ ઉપરાંત અત્યાર સુધી વિજય સ્તભં ના બદલે તકિતનું પૂજન થતું હતું પરંતુ મુખ્યમંત્રી દ્રારા આઝાદીના લડવૈયાઓને બિરદાવવા વિજય સ્તભં અંગે પણ મહત્વની જાહેરાત કરે તેવી શકયતા સેવાઈ રહી છે.

પદયાત્રા દેશની અખંડિતતા સરદારનું સન્માન–ધારાસભ્ય સંજય કોરડિયા
મહાનગરપાલિકા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એ જણાવ્યું હતું કે જુનાગઢમાં વિધાનસભા ની પદયાત્રા રવિવારે પ્રારભં થશે આ પદયાત્રા દેશની અખંડિતતા નો નાતો છે સરદારનું સન્માન છે અખડં ભારત સાથે અખડં જુનાગઢ બને તે માટે મોટી સંખ્યામાં શહેરીજનો પદયાત્રામાં જોડાશે. આ તકે મેયર ધર્મેશભાઈ પોશીયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ પારેલીયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, શાસક પક્ષના નેતા મનન અભાણી, દંડક અજવાણી, ડેપ્યુટી કમિશનર જાડેજા, સેક્રેટરી કલ્પેશભાઈ ટોલીયા સહિતના અધિકારી પદાધિકારીઓ જોડાયા હતા.


એસપી, એએસપી, પાંચ ડિવાયએસપી સહિત ૮૦૦થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે મોડી સાંજે જુનાગઢ પહોંચશે અને રાત્રી રોકાણ સર્કિટ હાઉસ ખાતે જ કરશે. મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈ પોલીસકર્ણીઓનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે પૂર્વ તૈયારીના ભાગપે રિહર્સલ કરવામાં આવ્યું હતું. સાડા આઠ કિલોમીટરની પદયાત્રા ઉપરાંત બહાઉદીન કોલેજ ખાતે યોજાનાર કાર્યક્રમને લઈ ડીએસપી સુબોધ ઓડેદરા, એએસપી, એએસપી હિતેશ ધાંધલીયા ઉપરાંત પાંચ ડીવાયએસપી, તેમજ ૨૪ પી.આઈ, ૫૭ પીએસઆઇ, ૬૭૪ પોલીસ કર્મીઓ, ૫૦ હોમગાર્ડના જવાન સહિતના ૮૦૦ થી વધુ પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત રહેશે  આવતીકાલે સવારે બહાઉદીન કોલેજ ખાતેથી યુનિટી પદયાત્રાનું પ્રસ્થાન થશે જેથી માર્ગેા પર પોલીસ કર્મીઓ રહેશે આ ઉપરાંત અનેક માર્ગેાને ડાયવર્ટ કરવામાં આવ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application