T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ભારતે પોતાની પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. સંજુ સેમસન અને અર્શદીપ સિંહના સ્થાને અભિષેક શર્મા અને કુલદીપ યાદવ પરત ફર્યા છે. ટોસ દરમિયાન ભારતના કેપ્ટન સુર્યકુમાર યાદવ અને પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ હાથ મિલાવ્યો નહોતો.
ટૉસ પહેલાં ધુરંધર ફેમ રેપર હનુમાનકાઇન્ડે પરફોર્મ કર્યું હતું. રોહિત શર્મા પણ મેચ જોવા માટે પહોંચ્યો છે.
હવામાન વિભાગે કોલંબોમાં વરસાદની 50% શક્યતાની આગાહી કરી છે. હાલમાં, કોલંબોમાં વરસાદ નથી, પરંતુ આકાશ વાદળછાયું છે. ગયા વર્ષે એશિયા કપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થયો હતો. 28 સપ્ટેમ્બર, 2025ના રોજ, ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ.
પાકિસ્તાન (PAK): સલમાન આગા (કેપ્ટન), સાહિબઝાદા ફરહાન, સૈમ અયુબ, બાબર આઝમ, ઉસ્માન ખાન (વિકેટકીપર), શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, ઉસ્માન તારિક અને અબરાર અહેમદ.