સાઉદી અરેબિયા પાકિસ્તાનના ભિખારીઓથી પરેશાન છે. સાઉદી અરેબિયાએ પાકિસ્તાનથી ઉમરાહની આડમાં ભિખારીઓની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. સાઉદી સરકારે કડક વલણ દાખવતા પાકિસ્તાનને કહ્યું છે કે આવા ભિખારી લોકોને અહીં આવતા પહેલા રોકે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. સાઉદી અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન ભિખારીઓને રોકવામાં અસમર્થ રહેશે તો તેની અસર પાકિસ્તાની ઉમરાહ અને હજ યાત્રીઓને થઈ શકે છે.
પાકિસ્તાન તેની પકડ કરશે વધુ કડક
આ ચેતવણી બાદ પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, સાઉદી હજ મંત્રાલયે પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયને એક ચેતવણી જારી કરીને પાકિસ્તાની ભિખારીઓને ઉમરાહ વિઝા હેઠળ અખાતના દેશમાં પ્રવેશતા રોકવા માટે પગલાં લેવા વિનંતી કરી છે. ઉમરાહ એક્ટ લાવવાનો નિર્ણય કર્યો છે, જેનો હેતુ ઉમરાની વ્યવસ્થા કરતી ટ્રાવેલ એજન્સીઓનું નિયમન કરવાનો અને તેમને કાયદાકીય દેખરેખ હેઠળ લાવવાનો છે.
પાકિસ્તાનીઓ સાઉદી જઈને માંગે છે ભીખ
આ મામલે સાઉદી રાજદૂત નવાફ બિન સૈદ અહેમદ અલ-મલિકી સાથેની બેઠકમાં ગૃહમંત્રી મોહસીન નકવીએ તેમને ખાતરી આપી હતી કે સાઉદી અરેબિયામાં ભિખારીઓ મોકલવા માટે જવાબદાર માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને આ નેટવર્કને તોડી પાડવાનું કામ સોંપવામાં આવ્યું છે, જે મોહસીન કહે છે કે તેનાથી પાકિસ્તાનની છબીને નુકસાન થયું છે. પાકિસ્તાની ભિખારીઓ ઉમરાની આડમાં અખાતી દેશમાં જાય છે અને પછી ભીખ માંગે છે.
ચોંકાવનારો કિસ્સો
તાજેતરમાં જ પાકિસ્તાનમાં ભિખારીઓ સાથે જોડાયેલા એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. અહીં પંજાબ પ્રાંતના સરગોધા જિલ્લામાં એક બેભાન ભિખારીના ખિસ્સામાંથી 5 લાખ રૂપિયા મળી આવ્યા હતા. ચોંકાવનારી વાત એ હતી કે આ ભિખારી પાસે પાસપોર્ટ પણ મળી આવ્યો હતો જેમાં તે ઘણી વખત સાઉદી અરેબિયા ગયો હોવાનું નોંધવામાં આવ્યું હતું. પાસપોર્ટ મળ્યા બાદ સ્પષ્ટ થયું કે ભિખારી ભીખ માંગવા સાઉદી અરેબિયા જતો હતો.
પાકિસ્તાનમાં ભિખારીઓ
આ વર્ષે ઈદના અવસર પર પાકિસ્તાનનું કરાચી શહેર એક અલગ જ પ્રકારની મુશ્કેલીમાં ઘેરાયેલું જોવા મળ્યું હતું. ઈદ નિમિત્તે કરાચીમાં ભિખારીઓની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના વ્યસ્ત બજારો, મુખ્ય માર્ગો, ટ્રાફિક સિગ્નલ, શોપિંગ મોલ અને મસ્જિદોની બહાર દરેક જગ્યાએ લાખોની સંખ્યામાં ભિખારીઓ જોવા મળ્યા હતા. તે સમયે કરાચીમાં હાજર ભિખારીઓની સંખ્યા ચાર લાખથી વધુ હોવાનું કહેવાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પનો ચોંકાવનારો યુ-ટર્ન, ચીનની અર્થવ્યવસ્થા સંકટમાં, ટેરિફ પર બદલ્યો સૂર
May 05, 2025 07:06 PMઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech