BREAKING NEWS

લાલ કિલ્લા વિસ્ફોટમાં પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદનો હાથ, UNSC રિપોર્ટમાં ખુલાસો થતાં ભારતની મોટી જીત

  • February 12, 2026 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુએનએસસીના તાજેતરના રિપોર્ટમાં જૈશ–એ–મોહમ્મદ વિશે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે. રિપોર્ટમાં સંગઠનની પ્રવૃત્તિઓ અને લાલ કિલ્લા હત્પમલા સાથે તેના જોડાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આનાથી પાકિસ્તાન પર દબાણ વધ્યું છે. 

સંયુકત રાષ્ટ્ર્ર સુરક્ષા પરિષદ ૧૨૬૭ પ્રતિબધં સમિતિના તાજેતરના અહેવાલમાં પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન જૈશ–એ–મોહમ્મદને ૯ નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા હત્પમલા સાથે જોડવામાં આવ્યું છે. જૈશ–એ–મોહમ્મદે વિવિધ આતંકવાદી ઘટનાઓની જવાબદારી સ્વીકારી છે અને દિલ્હીના લાલ કિલ્લા પરના હત્પમલામાં તેની ભૂમિકાનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. ૧૨૬૭ સમિતિનો અહેવાલ મહત્વપૂર્ણ છે કારણ કે તે વૈશ્વિક આતંકવાદીઓ અને સંગઠનો પર પ્રતિબંધો લાદવા માટે જવાબદાર છે. અહેવાલમાં એ પણ સૂચવવામાં આવ્યું છે કે એક સભ્ય દેશ દ્રારા સંગઠન નિષ્ક્રિય થઈ ગયું હોવાના દાવા છતાં, જૈશ–એ–મોહમ્મદ સક્રિય રહે છે. અહેવાલમાં ઉપલબ્ધ તથ્યોના આધારે, સમિતિએ આ દાવાને ફગાવી દીધો છે.


મસૂદ અઝહરની નવી મહિલા પાંખ રચવાની જાહેરાત પણ રિપોર્ટમાં સામેલ

આ અહેવાલમાં ૮ ઓકટોબરની મહત્વપૂર્ણ માહિતી પણ શામેલ છે. તે મુજબ, જૈશ–એ–મોહમ્મદના વડા મસૂદ અઝહરે જમાત–ઉલ–મોમિનત નામની નવી મહિલા પાંખની રચનાની જાહેરાત કરી. તેમાં જણાવાયું છે કે આ પાંખનો હેતુ આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવાનો છે. મસૂદ અઝહર પહેલેથી જ યુએન પ્રતિબંધોની યાદીમાં છે અને તેના પર આંતરરાષ્ટ્ર્રીય મુસાફરી પ્રતિબંધ, સંપત્તિ ફ્રીઝ અને શક્ર પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. યુએનએસસીના ૧૨૬૭ સમિતિના અહેવાલમાં જૈશ–એ–મોહમ્મદની પ્રવૃત્તિનો ઉલ્લેખ પાકિસ્તાન પર આંતરરાષ્ટ્ર્રીય દબાણ વધારશે તેમાં બે મત નથી. ભારત લાંબા સમયથી આરોપ લગાવી રહ્યું છે કે પાકિસ્તાનની જમીનનો ઉપયોગ ભારત વિદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થાય છે. આ અહેવાલ એવા સમયે આવ્યો છે યારે વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે કડક વલણ અપનાવવાની માંગ વધી રહી છે. ૧૨૬૭ સમિતિના અવલોકનો પાકિસ્તાનની જવાબદારી અને ભવિષ્યમાં તેના પર સંભવિત રાજદ્રારી દબાણને અસર કરી શકે છેરિપોર્ટમાં પહેલગામ હત્પમલાનો પણ ઉલ્લેખ : રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે પહેલગામ હત્પમલા પાછળના ત્રણ આતંકવાદીઓ જમ્મુ અને કાશ્મીરમાં માર્યા ગયા છે. મોનિટરિંગ ટીમના અગાઉના રિપોર્ટમાં સૌપ્રથમ 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ'નો ઉલ્લેખ પહેલગામ હત્પમલા માટે જવાબદાર જૂથ તરીકે કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના વિરોધ છતાં, આ જૂથને યુએન દ્રારા નિયુકત આતંકવાદી સંગઠન લશ્કર–એ–તૈયબાના સહયોગી હોવાને કારણે પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. જોકે અલ–કાયદા સાથેના સંબંધોને કારણે જૈશ–એ–મોહમ્મદ પહેલેથી જ યુએનની ૧૨૬૭ પ્રતિબધં સમિતિ હેઠળ પ્રતિબંધિત સંગઠન છે, પાકિસ્તાને ખાતરી કરવા માટે તમામ પ્રયાસો કર્યા છે કે તેનો રિપોર્ટમાં વારંવાર ઉલ્લેખ ન થાય. ઇસ્લામાબાદનો ઉદ્દેશ્ય હંમેશા એ દર્શાવવાનો રહ્યો છે કે આ સંગઠનો હવે તેની ધરતી પરથી કાર્યરત નથી.બીજી તરફ પાકિસ્તાન યુએન ૧૨૬૭ સમિતિ દ્રારા બીએલએને અલ–કાયદા સાથે જોડાયેલા સંગઠન તરીકે નિયુકત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેના પર ટીટીપી (એક નિયુકત સંગઠન) સાથે સાંઠગાંઠનો ખોટો આરોપ લગાવી રહ્યું છે. યુ.એસ., યુકે અને ફ્રાન્સે યુએન ૧૨૬૭ સમિતિ હેઠળ બીએલએને નિયુકત કરવાના પાકિસ્તાન–ચીનના પ્રસ્તાવને અવરોધિત કર્યેા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application