BREAKING NEWS

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ સપામાંથી રાજ્યસભાની ચૂંટણી લડશે, પિતા એનડીએના સાંસદ અને દીકરાને સપાની ટિકિટ

  • September 30, 2026 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંસદના ઉપલા ગૃહની આગામી ચૂંટણી માટે ઉત્તર પ્રદેશથી સમાજવાદી પાર્ટીએ ધનરાજ નાથવાણીને રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરીને ચોંકાવનારો નિર્ણય કર્યો છે. ધનરાજ, રિલાયન્સના પ્રમુખ અને એનડીએના રાજ્યસભા સાંસદ પરિમલ નાથવાણીના પુત્ર છે. પિતા એનડીએના સાંસદ અને પુત્રને સપાની ટિકિટ. આ નિર્ણયે યુપીની રાજનીતિમાં એક રસપ્રદ ચિત્ર રજૂ કર્યું છે.

સપાના ઉમેદવાર ધનરાજ પરિમલ નથવાણી વ્યવસાયિક રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રુપ પ્રેસિડેન્ટ તેમજ 'રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ'માં ડિરેક્ટર તરીકે મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમના પિતા પરિમલ નથવાણી પણ રાજ્યસભાના સાંસદ છે. થોડા મહિનાઓ પહેલાં જ પરિમલ નથવાણી ઝારખંડથી રાજ્યસભા પહોંચ્યા છે. ધનરાજ પરિમલ નથવાણી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પણ છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ દેશના 3 રાજ્યોની કુલ 12 રાજ્યસભા બેઠકો માટે આંકડાકીય જંગ ખેલાવાનો છે, જેમાં સૌથી વધુ હાઈપ્રોફાઈલ ઉત્તર પ્રદેશની 10 બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો માટે આગામી 16 ઓક્ટોબરે મતદાન યોજાશે.


ઉત્તર પ્રદેશમાં આંકડાકીય સમીકરણો

ઉત્તર પ્રદેશથી ખાલી પડી રહેલી 10 બેઠકોમાંથી વર્તમાન સ્થિતિએ ભારતીય જનતા પાર્ટી પાસે 8 અને સમાજવાદી પાર્ટી પાસે 2 બેઠકો છે. રાજ્ય વિધાનસભાના આંકડાકીય બળ મુજબ, રાજ્યસભામાં એક ઉમેદવારને જીતવા માટે પ્રથમ પસંદગીના 37 પ્રથમ પ્રાથમિકતા મતોની જરૂરિયાત હોય છે. શાસક એનડીએ ગઠબંધન અહીં પૂર્ણ બહુમતી સાથે મજબૂત સ્થિતિમાં છે, પરંતુ સમાજવાદી પાર્ટી દ્વારા વધારાના ઉમેદવાર ઉતારીને રાજકીય દાવ ખેલવામાં આવતાં ચૂંટણી એકપક્ષીય રહેવાને બદલે અત્યંત રોમાંચક બની ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application