શહેરના બોરતળાવ વિસ્તારના મફતનગરમાં રહેતી પરણિતાએ આજે વ્હેલી સવારે પોતાના ઘરે કોઈકારણોસર મહાપાલિકા દ્વારા ઉપયોગ લેવાતું પોરા નાશક પ્રવાહી ગટગટાવી લેતા તેના સારવાર માટે સર્ટી હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલા મફતનગરમાં રહેતી મીરાબેન વિશાલભાઈ મેર (ઉ. વ. ૨૫)એ આજે વ્હેલી સવારે પોતાના ઘરે કોઈ કારણોસર મહાપાલિકા દ્વારા ઉપયોગમાં લેવાતું પોરાનાશક પ્રવાહી ગટગટાવી લેતા તેના ૧૦૮મારફત સારવાર માટે સર્ટી હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આગળ તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે હોસ્પિટલ પોલીસે મીરાબેનના લગ્નજીવનનો સમયગાળો ૪ વર્ષનો હોઈ જરૂરી કેસ-કાગળો તૈયાર કરી સક્ષમ પોલીસ અધિકારીને નોંધ મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech