'ભાઈ તેરા સ્ટાર હૈ' ફિલ્મથી ફરી ચર્ચામાં આવી પાર્વતી ઓમનાકુટ્ટન
'ભાઈ તેરા સ્ટાર હૈ' ફિલ્મથી ફરી ચર્ચામાં આવી પાર્વતી ઓમનાકુટ્ટન
August 04, 2026 02:18 PM
બ્યુટીવલ્ડમાંથી ગ્લેમર અને એકિટંગની દુનિયામાં પ્રવેશતી સુંદરીઓની યાદીમાં વધુ એક નામ ચર્ચામાં આવ્યું છે. 'મિસ ઈન્ડિયા વલ્ર્ડ' રહી ચૂકેલી મોડલ અને અભિનેત્રી પાર્વતી ઓમનાકુટ્ટન તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ભાઈ તેરા સ્ટાર હૈ'ને કારણે ભારે લાઈમલાઈટમાં આવી છે. ડાન્સર અને એકટર રાઘવ જુયાલ સ્ટારર આ ફિલ્મ ભલે બોકસ ઓફિસ પર ધારેલો કમાલ ન કરી શકી હોય, પરંતુ ફિલ્મમાં રાઘવ જુયાલની બહેનનો અભિનય કરનાર પાર્વતી ઓમનાકુટ્ટને પોતાના શાનદાર પરફોર્મન્સથી દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મ રિલીઝ થયા બાદ લોકો સોશિયલ મીડિયા અને ગૂગલ પર પાર્વતી વિશે સર્ચ કરી રહ્યા છે અને તેના અભિનયના વખાણ થઈ રહ્યા છે.પાર્વતીનો જન્મ કેરળમાં થયો હતો, પરંતુ તેનો ઉછેર અને અભ્યાસ મુંબઈમાં થયો છે. પાર્વતી મોડેલિંગ ક્ષેત્રે એક જાણીતું નામ છે. તેણે 'ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૦૮'નો ખિતાબ જીત્યો હતો અને ત્યારબાદ 'મિસ વલ્ર્ડ ૨૦૦૮' સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત કરીને ફસ્ર્ટ રનર–અપ (ઉપવિજેતા) રહી ચૂકી છે.બ્યૂટી પેજન્ટસ જીત્યા બાદ તેણે મોડેલિંગ અને એકિટગં ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. જોકે, અગાઉની કેટલીક ફિલ્મો ખાસ કમાલ કરી શકી નહોતી, પરંતુ 'ભાઈ તેરા સ્ટાર હૈ' માં તેના રોલને દર્શકો દ્રારા ખૂબ જ પસદં કરવામાં આવી રહ્યો છે. અભિનયમાં પોતાની પ્રતિભા સાબિત કર્યા બાદ, હવે ફેન્સ પાર્વતીને આગામી સમયમાં મોટા પ્રોજેકટસમાં જોવા માટે ઉત્સાહિત છે