BREAKING NEWS

જામનગર આવતા-જતા મુસાફરો જાણી શકશે એમની એસ.ટી. બસ કયાં પહોંચી

  • December 18, 2025 05:15 PM 



ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસ.ટી.ના મુસાફરોની સુવિધા માટે એસ.ટી. બસ કયાં પહોંચી છે તે પરફેકટ જાણી શકે તે માટે ટીકીટ બુકીંગ બાદ મુસાફરને ટેકસ મેસેજ સાથે લીંક મોકલવાનો પ્રારંભ થયો છે. 


ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના વડી કચેરીના પત્ર નં.૩૬૮૭-તા.૧૬-૧૨-૨૦૨૫ના રોજ મુખ્ય પરીવહન અને વાણિજય વ્યવસ્થાપક દ્વારા રાજયના અમદાવાદ, નડીયાદ, ગોધરા, હિંમતનગર, પાલનપુર, મહેસાણા, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, ભુજ, વડોદરા, સુરત, ભરૂચ, વલસાડ અને જામનગર સહિતના વિભાગીય નિયામકને પાઠવીને જણાવવામાં આવ્યું છે કે, એસ.ટી.માં મુસાફરી કરતા મહત્તમ મુસાફરો મોબાઇલ બુકીંગ અને કાઉન્ટર બુકીંગ દ્વારા મુસાફર ટીકીટ રીઝર્વેશન કરવામાં આવે છે, જેની સુવિધામાં વધારો કરવાના નિગમના સતત પ્રયાસ રહ્યા છે, જેના ભાગરીરૂપે ટીકીટ બુક થયા બાદ મુસાફરને બસ ટ્રેક કરવામાં પડતી મુશ્કેલીને ઘ્યાનમાં લઇને બુકીંગ કરનાર મુસાફરને મેસેજ સાથે લીંક મોકલવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 


ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તા.૧૫-૧૨-૨૦૨૫ સોમવારથી રાજયના સોળેસોળ ડીવીઝનમાં અને રાજયની બહાર આવતી-જતી તમામ બસોમાં મુસાફરે કરાવેલ ટીકીટ બુકીંગની સાથે મોબાઇલમાં ટેકસ મેસેજ સાથે લીંક મોકલવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને લીધે રાજયના એસ.ટી.માં મુસાફરી કરતા તમામ મુસાફરોને પોતાની બસ કઇ જગ્યાએ પહોંચી છે તે ટ્રેક કરીને પરફેકટ લોકેશન જાણી શકશે. 


આ માટે મુસાફરે કાઉન્ટર બુકીંગ દરમ્યાન કર્મચારી દ્વારા મુસાફરને ટીકીટ આપતા અગાઉ તેમના નામ, મોબાઇલ નંબર સાચવવાની ખાતરી કર્યા બાદ જ ટીકીટ ઇસ્યુ કરવાની રહેશે, જેથી મુસાફરને બસ ટ્રેકીંગની લીંક મેસેજમાં મળી રહે. કંડકટર ટ્રીપ સીટ માટે રીપોર્ટ જર્ની બીલ રીપોર્ટ-જીપીએસ ટીએસ રીપોર્ટમાં જઇ ટ્રીપ સીટ ઇસ્યુ કરવાની રહેશે જેમાં કંડકટરનો પીએફ નંબર લખતા તેની વિગતો ઓટો જનરેટ થશે અને બસનો સાચો સીરીઝ સહીતનો વાહન નંબર સીલેકટ કરી ટ્રીપ સીટ જનરેટ કરવાની રહેશે.


 ટ્રીપ સીટ જનરેટ કરતી વખતે કંડકટરનો પીએફ નંબર નાખ્યા બાદ જો કંડકટરની વિગતો સાચી ન આવે કે વિસંગતતા જણાય તો એચઆરએમએસમાં કર્મચારીની વિગતો ચકાસીને સુધારી લેવી, એકસપ્રેસની તમામ બસોનું ક્રુ અને વાહન લોકેશન જીપીએસમાં ચોકકસ અને સાચુ કરવાનું રહેશે, આ સુવિધા શરૂ થવાથી મુસાફરોમાં આનંદની લાગણી વ્યાપી છે. પરફેકટ લોકેશનના જાણના લીધે મુસાફરોનો સમય વ્યતીત ઓછો થશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application