રાજ્યની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને સારી સુવિધાની સાથે શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે વખતો વખત સરકાર દ્વારા જણાવવામાં આવતું હોય છે, પરંતુ જે ઇન્ફ્રાસ્ટક્ચરની સુવિધા છે એ પણ જર્જરિત હાલતમાં હોવાથી દર્દીઓ માટે ભયજનક બની છે. આજે બપોરના સમયે કેમ્પસમાં આવેલા 21 નંબર એક્સ-રે વિભાગની છ્તમાંથી પોપડું પડ્યું હતું. જે સમયે બનાવ બન્યો એ 12 થી 1 વાગ્યાના સમયે એક્સ-રે માટે લાંબી લાઈન હોય છે, પરંતુ શનિવાર હોવાથી દર્દીઓની સંખ્યા પણ ઓછી હોવાના કારણે સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નહતી. પરંતુ દર્દીઓએ આરોગ્ય વિભાગના ઇન્ફ્રાસ્ટક્ચરની લથડતી સવલતો ઉપર ચોક્કસ સવાલ ઉઠાવ્યા હતા. જો કે આ બિલ્ડીંગ પણ ખુબ જૂનું હોવાથી એકસ-રે વિભાગની મોટાભાગની લોબીની છત જર્જરીત હાલતમાં જોવા મળે છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, જુના મેડિસન વોર્ડ 11થી લઇ પોલીસ ચોકી સહિતના બિલ્ડિગના કાટમાળ તોડી નવા બિલ્ડીંગ બનાવવામાં આવનાર છે, જેને પણ ઘણો સમય વીત્યો છે, સરકારમાં આરોગ્ય મંત્રી સમુકા બદલાયા છે પરંતુ અહીં એક ઈંટ પણ હલી નથી. ત્યારે
તાકીદે આરોગ્ય વિભાગની જતી આબરૂ ઉપર સમારકામનું થીગડું મારવામાં આવે એ જરૂરી સર્વેનં હિતમાં જરૂરી છે.