BREAKING NEWS

હવે WhatsApp પરથી જ ભરી શકાશે વીજળી, પાણી અને ક્રેડિટ કાર્ડના બિલ: ભારતમાં નવું Bill Payments ફીચર લોન્ચ

  • September 04, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp એ ગુરુવારે ભારતમાં તેનું નવું 'Bill Payments' ફીચર સત્તાવાર રીતે લોન્ચ કરી દીધું છે. આ નવા ફીચરના આગમન સાથે હવે યુઝર્સે બિલ ભરવા માટે અન્ય કોઈ એપ પર જવાની જરૂર રહેશે નહીં. યુઝર્સ એપમાંથી બહાર નીકળ્યા વિના જ સીધા વોટ્સએપ પરથી પોતાના ઘરના તમામ યુટિલિટી બિલ શોધી શકશે, તેને મેનેજ કરી શકશે અને સીધું પેમેન્ટ પણ કરી શકશે. આ ટ્રાન્ઝેક્શન માટે મેટા (Meta) નું આ પ્લેટફોર્મ ભારત કનેક્ટ (BBPS) નેટવર્કનો ઉપયોગ કરી રહ્યું છે.

આ નવી સર્વિસ હેઠળ યુઝર્સને 30 થી વધુ કેટેગરીમાં 22722 થી વધુ બિલર્સનો સપોર્ટ મળશે. જેમાં વીજળી, પાઇપલાઇન ગેસ, પાણીનું બિલ, FASTag રિચાર્જ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, ક્રેડિટ કાર્ડના બિલ અને લોનના હપ્તા (EMI) નો સમાવેશ થાય છે. કંપનીના જણાવ્યા મુજબ, આ ફીચર તબક્કાવાર રીતે રોલઆઉટ થઈ રહ્યું છે અને આગામી કેટલાક અઠવાડિયામાં ભારતના તમામ Android અને iOS યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ જશે.




યુઝર્સ વોટ્સએપ ઓપન કરીને હોમ સ્ક્રીન પર સૌથી ઉપર દેખાતા ₹ (રૂપિયા) ના આઇકન પર ટેપ કરીને આ સર્વિસ મેળવી શકશે. ત્યાંથી બિલ કેટેગરી અને બિલર પસંદ કરીને, એકાઉન્ટ ડિટેલ્સ ઉમેરીને બિલ રકમ કન્ફર્મ કરી શકાશે. વોટ્સએપ પર બિલ પેમેન્ટ કરવા માટે UPI, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ એમ ત્રણેય મોડનો સપોર્ટ આપવામાં આવ્યો છે.



આ ફીચરની સૌથી મોટી ખાસિયત 'હાઉસહોલ્ડ બિલ સમરી' છે. જેમાં અગાઉ ભરેલા બિલો આપોઆપ ફેચ થઈને દેખાશે અને જે બિલર્સને અગાઉ વોટ્સએપથી પેમેન્ટ કર્યું હશે, તે હોમ સ્ક્રીન પર સિંગલ-ટેપ એક્સેસ સાથે સામે આવી જશે. આ સિવાય યુઝર્સ એક જ બિલર હેઠળ મલ્ટિપલ એકાઉન્ટ્સ પણ મેનેજ કરી શકશે, જેથી ઘર, ઓફિસ કે પરિવારના સભ્યોના બિલો એક જ જગ્યાએથી ભરી શકાશે. વોટ્સએપનું આ નવું ફીચર ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે યુઝર્સનો સમય બચાવશે અને પ્રક્રિયાને વધુ સરળ બનાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News