BREAKING NEWS

પે એન્ડ પાર્ક પોલિસી પબ્લિકને નામંજૂર: ૨૯ સાઇટ માટે ત્રીજી વાર ટેન્ડર પ્રસિધ્ધ

  • December 25, 2025 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકા તંત્રને નાગરિકોને નિઃશુલ્ક પાર્કિગની પૂરતી સુવિધા આપ્યા વિના પે એન્ડ પાર્કની સાઇટ્સ શરૂ કરી કમાણી કરવાનો ધખારો ઉપડ્યો છે. દરમિયાન ૧૦૦ સાઇટ ઉપર પે એન્ડ પાર્ક માટે ટેન્ડર પ્રસિદ્ધ કર્યા જેમાંથી ૨૯ સાઇટ માટે પ્રથમ પ્રયત્ને કોઇ આવ્યું ન હતું. ત્યારબાદ બીજી વખતની ટેન્ડર પ્રક્રિયામાં પણ કોઈ આવ્યું ન હતું ! આથી હવે ત્રીજી વખત ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે જેમાં પણ કોઈ આવે તેવી શક્યતા નહીંવત છે. સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડ મિટિંગમાં સર્વાનુમતે મંજૂર થયેલી પાર્કિંગ પોલિસીને પબ્લિકે એકી અવાજે નામંજૂર કરી છે.

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફીક સમસ્યાનાં નિવારણ માટે મુખ્ય માર્ગો પર પે એન્ડ પાર્કીંગ વ્યવસ્થા શરુ કરવામા આવી છે . શહેરમા અંદાજે ૧૦૦થી વધુ સ્થળે પે એન્ડ પાર્કીંગ સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ સરકારની નવી પોલીસીમા પાર્કીંગ ચાર્જમા કમરતોડ વધારો થતા લોકો વધુ પૈસા ખર્ચી પોતાનુ વાહન પે એન્ડ પાર્કીંગમા પાર્ક કરવાનુ ટાળી રહયા હોય કોન્ટ્રાકટ રાખનાર એજન્સીને વાહનો ન આવતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેનાં લીધે ૨૯ પે એન્ડ પાર્કીંગનુ ત્રણ ત્રણ વખત ટેન્ડર કરવા છતા નવી પોલીસીનાં લીધે કોઇ કોન્ટ્રાકટરે ટેન્ડર ન ભરતા તંત્રને ૨૯ પે એન્ડ પાર્કીંગ સાઇટ બંધ કરવી પડે તેવી સ્થિતીનુ નિર્માણ થયુ છે.

શહેરમા મહાનગરપાલિકા દ્વારા પે એન્ડ પાર્કીંગ સુવીધા ઉભી કરતા ખાસ કરીને મુખ્ય બજારોમા દુકાનો ધરાવતા વેપારીઓની મુશ્કેલીનો અંત આવ્યો હતો. પરંતુ થોડા સમયમા જ પાર્કીંગનો કોન્ટ્રાકટ રાખનાર કોન્ટ્રાકટરો દ્વારા ઉઘાડી લુંટ ચલાવવાનુ શરુ કરાતા લોકોમાં બોકાસો બોલી ગયો હતો જેનાં લીધે સરકાર દ્વારા નવી પાર્કીંગ પોલીસી જાહેર કરવામાં આવી હતી, જેની અમલવારી મહાનગરપાલિકાએ શરુ કર્યા બાદ પે એન્ડ પાર્કીંગનાં ટેન્ડરમા મોટા ફેરફારો કરવામા આવેલ અને સાથો સાથ ટુ વ્હીલરથી લઇને હેવી વાહનો સહીતનાં વાહનો પાર્ક કરવા માટે એક કલાકથી લઇ એક માસ સુધીનાં ચાર્જમા પણ વધારો ઝીકવામા આવ્યો હતો અને મનપાએ નવા નિયમ મુજબ જે વિસ્તારોમા પે એન્ડ પાર્કીંગની મુદત પુર્ણ થઇ હોય તેનાં ટેન્ડર પ્રસિધ્ધ કર્યા હતા. જેની સામે પે એન્ડ પાર્કીંગનાં ચાર્જમા વધારો થતા લોકોએ વધુ પૈસા આપીને વાહનો પાર્ક કરવાનુ ટાળ્યુ હોય તેમ પે એન્ડ પાર્કીંગમા દીવસે ને દીવસે વાહનોની સંખ્યામા ઘટાડો થતા કોન્ટ્રાકટરોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને હવે પછી કોન્ટ્રાકટ ન લેવો તેવુ અમુક કોન્ટ્રાકટરે નકકી કરી લેતા ર૯ પે એન્ડ પાર્કીંગ માટે મહાનગરપાલિકાએ સતત ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.

તંત્રમાથી જાણવા મળેલ વિગત મુજબ ૨૯ પે એન્ડ પાર્કીંગ માટે ત્રીજી વખત ટેન્ડર પ્રક્રીયા હાથ ધરાય છે. પરંતુ આજ સુધી કોઇ કોન્ટ્રાકટરે ટેન્ડર ભર્યુ નથી . જેનાં લીધે જુના કોન્ટ્રાકટરની મુદત પુર્ણ થયા બાદ મુખ્ય બજારોમા આવેલા ર૯ પે એન્ડ પાર્કીંગ સાઇટ બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. જેની સામે કોન્ટ્રાકટરો દ્વારા વાહનોનાં ભાડામા ઘટાડો કરવામા આવે તો લોકો પે એન્ડ પાર્કીંગનો ઉપયોગ કરવા પ્રેરાય છે તેમ આથી સરકાર દ્વારા અથવા કોર્પોરેશન દ્વારા પે એન્ડ પાર્કીંગનાં ચાર્જમા ફેરફાર કરવાની જરુરીયાત છે.



રાજકોટમાં પે એન્ડ પાર્કનો હાલનો ચાર્જ

ક્રમ----વાહનોના પ્રકાર-------હાલ લેવાતો ચાર્જ

૧.દ્વિચક્રીય વાહનો રૂ.પાંચ થી રૂ.૨૫

૨.ત્રિચક્રીય વાહનો રૂ.૧૦થી રૂ.૩૦

૩.મોટર કાર રૂ.૨૦થી રૂ.૮૦

૪.એલસીવી રૂ.૨૦ થી રૂ.૧૦૦

૫.હેવી વાહનો રૂ.૪૦ થી રૂ.૧૨૦

૬.દ્વિચક્રીય વાહનો માસિરૂ.૩૫૦

૭.ફોર વ્હીલ અને કોર્મશીયલ વાહનો માસીક રૂ.૬૦૦

૮.હેવી વાહનો બસ, ટ્રેકટર માસિક રૂ.૧૨૦૦



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application