શું તમે માની શકો છો કે જો તમારા ખાતામાં પૈસા ન હોય તો પણ તમે તમારા ફોન દ્વારા યુપીઆઈ ચુકવણી કરી શકો છો? આ ભીમ યુપીઆઈ એપ્લિકેશન પર ઉપલબ્ધ એક ખાસ સુવિધા છે. ભીમ યુપીઆઈ એપ્લિકેશન એક સરકારી માલિકીની ડિજિટલ ચુકવણી એપ્લિકેશન છે. તે તમને તમારા બેંક ખાતામાં પૈસા ન હોય તો પણ ચુકવણી કરવાની મંજૂરી આપે છે. આ કરવા માટે, તમારે ભીમ યુપીઆઈ એપ્લિકેશનની યુપીઆઈ સર્કલ સુવિધાનો ઉપયોગ કરવાની જરૂર પડશે.
યુપીઆઈ સર્કલ એક નવી સુવિધા છે જે યુઝર્સને તેમના યુપીઆઈ એકાઉન્ટમાંથી વ્યવહારો કરવા માટે જાણીતા વ્યક્તિને એક્સેસ કરવાની મંજૂરી આપે છે. યુઝર્સ ટ્રાન્ઝેકશન સેટ કરી શકે છે અથવા દરેક ટ્રાન્ઝેકશનને મંજૂરી આપવાનું પસંદ કરી શકે છે. આ સુવિધાનો ઉપયોગ કરવાથી અન્ય યુઝર્સ તેમના બેંક ખાતાની માહિતી જોઈ શકતા નથી, અને મેઈન યુઝરના કંટ્રોલમાં રહે છે. આ સુવિધા પરિવાર, વડીલો અથવા વિશ્વસનીય સભ્યો માટે ડિજિટલ ચુકવણીને સરળ બનાવે છે, ખાસ કરીને જેમની પાસે બેંક ખાતું નથી અથવા યુપીઆઈનો ઉપયોગ કરે છે.
આ સુવિધા ભીમ યુપીઆઈ એપ્લિકેશન પર ઉપલબ્ધ છે, તેથી ભીમ એપ્લિકેશન ખોલ્યા બાદ નોંધાયેલા નંબરથી લોગ ઇન કરો. એપની હોમ સ્ક્રીન અથવા મેનૂ પર, યુપીઆઈ સર્કલ નામની એક નવી સુવિધા દેખાશે. તેને ટેપ કરો. હવે એડ ફેમીલી ઓર ફ્રેન્ડસ ઓપ્શન પસંદ કરો. તમે વ્યક્તિને તેમના ફોન નંબર, યુપીઆઈ આઈડી અથવા ક્યુઆર કોડ સ્કેનનો ઉપયોગ કરીને ફેમીલી ઓર ફ્રેન્ડસમાં પણ ઉમેરી શકો છો. પછી ઍક્સેસ ટાઇપ પસંદ કરો. અહીં, તમને બે ઓપ્શન મળશે સ્પેન્ડ વિથ લીમીટ, જેનો અર્થ છે કે તમે વ્યક્તિ કેટલા ટ્રાન્ઝેકશન કરી શકે છે તે સેટ કરી શકો છો. અપૃવલ રીક્વાયર્ડ પસંદ કરવા માટે દરેક ટ્રાન્ઝેકશન માટે તમારી મંજૂરીની જરૂર પડશે. જો તમે લીમીટ ઓપ્શન પસંદ કર્યો હોય, તો રકમ મર્યાદા, ટાઈમ લીમીટ અને કયા બેંક ખાતાનો ઉપયોગ કરવામાં આવશે તે સેટ કરો. બધી વિગતો દાખલ કર્યા પછી, તમારા યુપીઆઈ પીન વડે પુષ્ટિ કરો. તે વ્યક્તિને હવે તમારા યુપીઆઈ સર્કલમાં ઉમેરવામાં આવશે.