રાજકોટ ભાવનગર હાઈવે આટકોટના ભાદર નદી પુલ પર વરસાદી પાણી ભરાઈ રાહદારીઓ પરેશાન
રાજકોટ ભાવનગર હાઈવે આટકોટના ભાદર નદી પુલ પર વરસાદી પાણી ભરાઈ રાહદારીઓ પરેશાન
July 23, 2026 04:28 AM
આટકોટ રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ નદીના પુલ ઉપર જે નેશનલ હાઈવે છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે જેને લઇ રાહદારીઓ પરેશાન થઈ ગયા છે વાહનો વાળા આ ગંદા પાણી ઉડાડતા હોય હાઈવે પર ઠેર ઠેર ઠેર ખાડા પડી ગયા છે જેને રીપેરીંગ કરવામાં આવ્યા નથી તેને લઇ આ વરસાદી પાણી ભરાયા છે જેથી વાહન ચાલકો રાહદારીઓને ગંદા પાણી ઉડાડતા હોય છે લોકોને પુલ પર ચાલવું મુશ્કેલ બન્યું છે ડામર રોડ કરવામાં આવ્યો નથી જે થી ખાડા પડી ગયા છે ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા આ પુલ પર વરસાદી પાણી ભરાઇ ગયા તેને નિકાલ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે