ભાવનગર હાઈવે પાસે તંત્ર દ્વારા પર બમ્પ બનાવી દેતા રાહદારીઓમાં રાહત ની લાગણી ફેલાઇ
ભાવનગર હાઈવે પાસે તંત્ર દ્વારા પર બમ્પ બનાવી દેતા રાહદારીઓમાં રાહત ની લાગણી ફેલાઇ
October 12, 2026 10:18 AM
આટકોટ જુના એસટી બસ સ્ટેન્ડ પાસે તંત્ર પાસે ધણા સમયથી અહીં બમ્પ બનાવી દેવાની માંગણી ઉઠી હતી જેને પગલે અખબાર દ્વારા પણ માંગણી કરી હતી જેને પગલે આટકોટ તાલુકા પંચાયતના કિંજલબેન ઠોળીયા. આટકોટ જિલ્લા પંચાયતના નિલેશભાઈ હિરપરા આટકોટ ગ્રામ પંચાયત ના કાનાભાઇ ખોખરીયા સરપંચ દા્વારાતંત્રને લેખિત આપવામાં આવી હતી તેમજ યુનિક સ્કૂલ પાસે એ બમ્પ બનાવવામાં આવ્યો છે ત્યાં અકસ્માત નો વધારો થયો છે એ કાઢી નાખવાની માંગણી પણ કરવામાં આવે છે ખાસ કરીને રાત્રિના સમયે તેભજ દીવસે રોજ અકસ્માત થતાં હોય છે વહેલી તકે આ સ્પીડ બ્રેકર હટાવવામાં આવે તેવી માંગણી કરી હતી તેમજ આટકોટ એસટી બસ સ્ટેશન પાસે સ્પીડ બ્રેકર બનાવી દેવામાં આવ્યા હતા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની અવર-જવર રહેતી હોય જેને લઇ અહીં બમ્પ માંગણી કરી હતી તંત્ર દ્વારા ત્રણ બમ્પ કરી દેતા રાહદારીઓ રાહત ની લાગણી ફેલાઇ ગઇ હતી