શહેરના ગાંધીનગર વિસ્તાર પાછળના હાથણી વિસ્તાર તરીકે ઓળખાતા લોકોને ૧૨-૧૨ વર્ષથી કોર્પોરેશનમાં આ વિસ્તાર આવતો હોવા છતાં પાણી ન મળતા, રસ્તાના ઠેકાણા નથી ત્યારે કોર્પોરેટર રચના નંદાણીયાએ ગ્રામજનોને સાથે રાખીને કડકડતી ઠંડીમાં ધરણા કરતા તંત્ર દોડતું થયું હતું અને ટેન્કર મારફત પીવાનું પાણી આપવા ખાતરી આપી હતી.
આ અંગેની વિગત એવી છે કે, છેલ્લા ૧૨-૧૨ વર્ષથી આ વિસ્તારને કોર્પોરેશનમાં ભેળવ્યું હોય છતાં પણ લોકોને પાણી મળતું નથી, લોકોને નદી અને ગટરના પાણી ટપીને અવરજવર કરવી પડે છે, તા.૩૦ના રોજ આખી રાત્રે ઠંડી વચ્ચે ગ્રામજનોએ ધરણા કર્યા હતાં, જે ગઇકાલે બપોરે ૧૨ વાગ્યે પુરા થયા હતાં.
મુખ્યમંત્રી પોર્ટલમાં પણ રજૂઆત કરવામાં આવી હતી અને મ્યુ.કમિશ્નરને પણ વિડીયો મારફત રજૂઆત કરાતા વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેર નરેશ પટેલ, સિવીલ ઇજનેર હીતેશ પાઠક તથા અન્ય અધિકારીઓએ હાથણી વિસ્તારમાં જઇને લોકોની સમસ્યા સાંભળીને ટેન્કરથી પાણી અપાશે તેવી ખાતરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application