BREAKING NEWS

મોંઘા પેટ્રોલથી જનતા પરેશાન, ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા ગ્રાહકો,મેં મહિનામાં EVનું ધૂમ વેચાણ

  • June 01, 2026 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 

ઇંધણની સતત વધતી કિંમતોની સીધી અસર હવે ઓટોમોબાઈલ માર્કેટ પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. મોંઘા પેટ્રોલ-ડીઝલથી તંગ આવીને લોકો હવે ઝડપથી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ (ઈ-સ્કૂટર અને ઈ-બાઈક) અપનાવી રહ્યા છે. સરકારી વાહન પોર્ટલના આંકડા મુજબ, મે ૨૦૨૬માં ભારતીય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બજારે એક નવો ઐતિહાસિક આંકડો પાર કર્યો છે, જેમાં ૧,૫૦,૭૯૬થી વધુ ઇલેક્ટ્રિક બે પૈડાવાળા વાહનોનું નવું રજીસ્ટ્રેશન થયું છે. એપ્રિલ મહિનાની સરખામણીએ મે મહિનામાં વેચાણમાં જોરદાર રિકવરી જોવા મળી છે.


EV માર્કેટમાં TVS અને બજાજનો દબદબો
ઓલા ઇલેક્ટ્રિકે પણ કરી શાનદાર વાપસી, જાણો કઈ કંપનીએ કેટલા વાહનો વેચ્યા
મે મહિનામાં અગ્રણી કંપનીઓનું પ્રદર્શન


TVS મોટર કંપની
મે મહિનામાં સૌથી વધુ ૪૧ હજારથી વધુ યુનિટ્સ વેચીને પ્રથમ સ્થાને રહી છે.
બજાજ ઓટો
૩૮ હજારથી વધુ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ સાથે કંપની બીજા ક્રમે રહી છે.
અન્ય કંપનીઓ 
એથર એનર્જી, હીરો મોટોકોર્પ અને ઓલા ઇલેક્ટ્રિકના વેચાણમાં પણ સારો ઉછાળો આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી માર્કેટ શેર ગુમાવી રહેલી ઓલા ઇલેક્ટ્રિકે ફરીથી બજારમાં મજબૂત વાપસીના સંકેત આપ્યા છે.
 
મે મહિનામાં સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલમાં ₹૨.૫૦ પ્રતિ લીટરથી વધુનો વધારો ઝીંકાયો હતો. પશ્ચિમ એશિયાના રાજકીય તણાવને કારણે કાચા તેલની સપ્લાય ખોરવાતા ઇંધણ મોંઘું થયું છે. રોજ લાંબુ અંતર કાપતા મુસાફરો માટે ઈવી ખૂબ જ સસ્તો અને આર્થિક વિકલ્પ સાબિત થઈ રહ્યો છે


ઉત્પાદન ખર્ચ વધવાની ચિંતા
બીજી તરફ, ઓટોમોબાઈલ કંપનીઓ માટે નવી મુશ્કેલીઓ પણ ઊભી થઈ રહી છે. લિથિયમ-આયન બેટરી, સેમિકન્ડક્ટર અને અન્ય કાચા માલની આંતરરાષ્ટ્રીય કિંમતો વધવાને કારણે ઈ-સ્કૂટર બનાવવાનો ખર્ચ વધ્યો છે. આ જ કારણ છે કે આગામી મહિનાઓમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમતોમાં વધારો થવાની સંભાવના કંપનીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News