ચોટીલામાં હત્યા, મારામારી અને ધમાલ મચાવી ધાકધમકી આપી ખંડણીની માગણી કરનાર ગુનેગાર સામે ગુના સબબ રજૂ થતા રાતોરાત કાર્યવાહી કરી જામીન ઉપર મુકત થતા ઘાચીવાડનાં રહીશોએ રોષ ભેર પોલીસ સામે મોટા વહીવટના આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનમાં હલ્લ ાબોલ કરતા ચકચાર જગાવી છે.
પ્રા માહિતી મુજબ ચોટીલા શહેરમાં અનેક ગુનાઓ આચરનાર અવેશ ગનીભાઇ સામે પોલીસ દફતરે અનેક પ્રકારનાં ગુનાઓ નોંધાયા છે. આવા જ એક ગુનામાં તે રજૂ થઈ તાત્કાલિક જામીન મુકત થતા પોલીસ સ્ટેશનમાં પહોંચેલી કેટલીક મહિલાઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો.
કેટલીક મહિલાઓ અવેશ ગની નામના શખ્સ વિદ્ધ ફરિયાદ કરવા માટે પેટ્રોલ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. ચોટીલાના ઘાંચીવાડ વિસ્તારમાં અવેશ ઉર્ફ અવલો નામનો શખ્સ આતકં મચાવતો હોવાનો અને ધમકી આપી ખંડણી માગતો હોવાનો તેમનો આરોપ છે. પોલીસ અવેશ વિદ્ધ ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપ સાથે મહિલાઓ પોલીસ મથકે પહોંચી હતી અને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ઘર પાસે આવીને અવેશ ગનીએ આતકં મચાવ્યો હોય તેવો વીડિયો પણ સ્થાનિકોએ રજૂ કર્યેા હતો આમ છતાં પોલીસ ફરિયાદ ન લેતી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સ્થાનિક મહેબૂબભાઈનો આક્ષેપ છે કે પિયાનું સેટિંગ થઈ ગયું હોવાથી પોલીસ અવેશને છાવરી રહી છે. તેમનું કહેવું છે કે તેઓ ઘણા મહિનાથી ચોટીલા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે. અવેશ ગની થી પોલીસ ડરી ગઈ છે અને અમારી હત્યા કરી નાખશે તો પણ પોલીસ અવેશ સામે કાર્યવાહી નહીં કરે એવો તેમણે આક્ષેપ કર્યેા હતો. તેમજ પોલીસ કર્મી કમલેશભાઈ સહિતનાં રીઢા ગુનેગાર અવેશ ને છાવરતા હોય તેવાં આક્ષેપ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
ચોટીલા પોલીસ મથકમાં મિડીયા ની હાજરીમાં પોલીસ સામે કરાયેલ ગંભીર આક્ષેપો સામે ઉચ્ચ કક્ષાએ તપાસનો વિષય બની ગયો છે. ત્યારે આવા માથાભારે તત્વો સામે નોંધાયેલા ગુનાઓની હારમાળાને ટાળી અવશેષ સામે પાસા જેવા પગલા લેવાય તેવી પણ લોકો એ માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech