BREAKING NEWS

યુકેમાં ૨૦૦૮ પછી જન્મેલા લોકો સિગારેટ, તમાકુ ખરીદી શકશે નહીં

  • April 23, 2026 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બ્રિટનમાં આગામી થોડા સમયમાં નવો કાયદો આવી રહ્યો છે. અહી ૨૦૦૮ પછી જન્મેલા લોકો સિગારેટ કે તમાકુ ખરીદી શકશે નહી. તમાકુ અને વેપ બિલ સંસદમાં પસાર થઈ ગયું છે અને શાહી સંમતિ મળ્યા પછી કાયદો બનશે.તમાકુ બજારને ધીમે ધીમે નાબૂદ કરવા તરફ સરકાર કડક પગલાં લઈ રહી છે અને તેના માટે સરકાર અબજોની કર આવક પણ ગુમાવવા તૈયાર થઈ છે, જેનો એકમાત્ર ઉદેશ એ છે કે લોકોનું સ્વાસ્થ્ય સાં રહે અને ઉત્પાદકતા વધે. બ્રિટનમાં એક મોટો ફેરફાર આવી રહ્યો છે. એક આખી પેઢીને હવે સિગારેટ અને તમાકુ ખરીદવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તમાકુ અને વેપ બિલ સંસદમાં પસાર થઈ ગયું છે અને શાહી સંમતિ મળ્યા પછી કાયદો બનશે. આનો અર્થ એ છે કે ૧ જાન્યુઆરી, ૨૦૦૯ ના રોજ અથવા તે પછી જન્મેલા લોકોને આજીવન સિગારેટ અથવા તમાકુ ખરીદવા પર પ્રતિબધં મૂકવામાં આવશે. હાલમાં, સિગારેટ ખરીદવા માટેની કાયદેસર ઉંમર ૧૮ વર્ષ છે.પરંતુ ૨૦૨૭ થી શ કરીને, આ ઉંમર મર્યાદા દર વર્ષે એક વર્ષ વધશે.આનો અર્થ એ છે કે આગામી પેઢી માટે તમાકુ પર સંપૂર્ણપણે પ્રતિબધં મૂકવામાં આવશે.આ નિયમો સમગ્ર યુકે (ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડ) માં લાગુ થશે.
આ સંદર્ભમાં સૌથી મોટી ચિંતા એ છે કે આ કાયદો ફકત એક પેઢી સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ સમગ્ર તમાકુ બજારને ધીમે ધીમે નાબૂદ કરવા તરફનું એક પગલું છે.તમાકુ કંપનીઓને હવે તેમના વ્યવસાય મોડેલ બદલવા પડશે.તેમને નવા બજારો પણ શોધવાની જર પડશે.રોકાણકારોનો વિશ્વાસ નબળો પડી શકે છે અને સરકારી આવક પર અસર થશે.કારણ કે યુકે સરકાર તમાકુથી નોંધપાત્ર આવક ઉત્પન્ન કરે છે. ૨૦૨૪–૨૫માં, તેણે આશરે ૮.૮ બિલિયન પાઉન્ડ (આશરે ૯૫,૦૦૦ કરોડ) કમાણી કરી.૨૦૨૫–૨૬માં આ ઘટીને ૮ બિલિયન પાઉન્ડ (આશરે ૮૦,૦૦૦૮૫,૦૦૦ કરોડ) થવાનો અંદાજ છે. જો નવી પેઢી પર પ્રતિબધં લાગુ કરવામાં આવે તો, આ આવક ધીમે ધીમે અધ્શ્ય થઈ જશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News