BREAKING NEWS

જાગનાથ પ્લોટમાં કારમાં આવેલા શખસોએ પરિવાર પર હુમલો કરી ધમાલ મચાવી

  • May 08, 2026 09:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતાં બોરાણા પરિવારના ઘર ઉપર રાત્રીના સમયે કારમાં આવેલા છ સાત શખસોએ હુમલો કરી ધમાલ મચાવી હતી. કારમાં આવેલા શખસોએ પહેલા તો આ પરિવારના એક સદસ્યને કારની ઠોકર મારી પછાડી દીધા હતાં. બાદમાં હુમલો કરતાં એક મહિલા સદત્યને પણ ઈજા પહોંચી હતી. બેફામ બનેલા આ શખસોને રોકવા માટે આ પરિવારના લોકોએ પણ સ્વબચાવમાં કારમાં તોડફોડ કરતાં હુમલાખોરો ભાગી ગયા હતાં.
કાર અંદર નશીલા પદાર્થના ચપલા પણ જોવા મળ્યા હતાં. બનાવ અંગે પ્ર.નગર પોલીસમાં અરજી કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ફરિયાદ અરજી કરનાર આધેડના નાના ભાઈની પત્ની દોઢેક વર્ષથી રીસામણે હોય જે મામલે ચાલતા મનદુઃખ સબબ નાનાભાઈના સાઢુભાઈ સહિતનાઓએ અહીં આવી ધમાલ મચાવી હતી. બનાવ અંગે જાગનાથ પ્લોટ શેરી નં. ૧૪માં રહેતાં ગોપાલભાઈ રાજેશભાઈ બોરાણાએ પ્ર.નગરમાં કરેલી લેખિત અરજીમાં જણાવ્યું છે કે, તેમના નાના ભાઈ કિશનભાઈ બોરાણાના પત્નિ દેવીકાબેન દોઢેક વર્ષથી રિસામણે છે આ મામલે કોર્ટ કેસ પણ ચાલુ છે. આ બાબતનો ખાર રાખી નાના ભાઈના સાઢુભાઈ મનિષભાઈ જોગેલા, તેના ભાઈ મિલનભાઈ અને અજાણ્યા છ-સાત શખસો રાતે એકથી દોઢની વચ્ચે લાલ રંગની કાર લઈને અમારા ઘરે આવ્યા હતાં.દરમિયાન ફરિયાદીના કાકા સુનીલભાઈ રામજીભાઈ બોરાણા (ઉ.વ.૪૫) બહાર ઉભા હોઈ આ શખસોએ તેમને કારની ઠોકરે લઈ પછાડી દીધા હતાં. કાર માથે આવી જતાં તેમને પેટમાં ઈજા પહોંચતા સારવાર અપાવાઈ હતી. બાદમાં આ
શખસો ધોકા સાથે ઉતર્યા હતાં અને ગાળાગાળી કરી હુમલો કરતાં અરજદારના માતા વિજ્યાબેન રાજેશભાઈ બોરાણા (ઉ.વ.૫૫)ને પણ ઈજાઓ થઈ હતી. આ શખસોએ કરેલા હુમલાને કારણે ભારે દેકારો મચી ગયો હતો. લત્તાવાસીઓ ભેગા થઈ જતાં સાથે મળી સ્વબચાવમાં કારમાં તોડફોડ કરવામાં આવતાં આ બધા કાર મુકીને ભાગી ગયા હતાં. બાદમાં પોલીસને જાણ કરી લેખીત અરજી આપી હતી. ગોપાલભાઈએ વધુમાં જાણાવ્યું હતું કે, નાના ભાઈ કિશનભાઈના પત્નિ રિસામણે હોઈ તેનો કોર્ટ કેસ ચાલુ હોઈ ઉપરાણું લઈને ભાઈના સાઢુ સહિતના લોકોએ અમારા ઘરે આવી હુમલો કર્યો હતો. ગોપાલભાઈ બોરાણાએ કરેલી અરજીને લઈ પ્ર.નગર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News