તહેવારોની સિઝન ખુશીઓ વહેંચવા માટે હોય છે, પરંતુ આ ખુશીને દેવાના બોજથી ભારે ન કરવી જોઈએ. જો તમે પણ તહેવારોના ખર્ચા પૂરા કરવા માટે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. યોગ્ય આયોજન કરવાથી તમે વધુ ખર્ચ કર્યા વિના પણ તહેવારની ઉજવણી કરી શકો છો.
ફેસ્ટિવ સિઝન એટલે ઘરની સજાવટ, ભેટ-સોગાદોની ખરીદી, અને સગાં-સંબંધીઓને મળવા જવાનું આયોજન. આ ઉત્સાહ વચ્ચે ખર્ચા પણ ખૂબ વધી જાય છે, અને ઘણીવાર માસિક આવક ઓછી પડે છે. આવા સંજોગોમાં લોકો પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડની મદદ લેવાનું વિચારે છે.
જો તમે આ દિવાળીએ તમારા બજેટની બહાર જઈ રહ્યા છો અને લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ બાબતો ધ્યાનમાં લેવી અનિવાર્ય છે. લોન મદદરૂપ થઈ શકે છે, પરંતુ જો સમજદારી ન રાખવામાં આવે તો તે એક મોટી આર્થિક જવાબદારી બની શકે છે.
ધ્યાનમાં રાખવા જેવી ૫ મહત્વની વાતો
1. જરૂર હોય તો જ લોન લો:
ઘણીવાર આપણે માત્ર તહેવારની મજા વધારવા માટે જ લોન લઈ લઈએ છીએ, જેમ કે વધુ મોંઘી ભેટો, નવા કપડાં અથવા રજાઓની ટ્રિપ. પરંતુ, તમારે પોતાને પૂછવું જોઈએ કે શું આ ખર્ચા ખરેખર જરૂરી છે? જો આ ખર્ચાઓ ઓછા કરી શકાય કે પાછળથી કરી શકાય તેમ હોય, તો લોન લેવાનું ટાળવું વધુ સારું છે.
2. ક્રેડિટ કાર્ડ એક સારો વિકલ્પ છે?
જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે અને તમે તેના પર ૩૦-૪૫ દિવસની અંદર પૂરેપૂરું પેમેન્ટ કરી શકો છો, તો તે પર્સનલ લોન કરતાં વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. ઘણી ક્રેડિટ કાર્ડ કંપનીઓ ફેસ્ટિવ ઑફર્સ અને કેશબેક પણ આપે છે. યાદ રાખો, સમયસર ચુકવણી કરવી જરૂરી છે, નહીં તો ભારે વ્યાજ ચૂકવવું પડશે.
3. જેટલી જરૂર હોય તેટલી જ લોન લો:
પર્સનલ લોન લેતી વખતે લોકો ઘણીવાર જરૂરિયાત કરતાં વધારે પૈસા લઈ લે છે, જેથી થોડા એક્સ્ટ્રા પૈસા હાથમાં રહે. પરંતુ, આ 'થોડા એક્સ્ટ્રા' પૈસા પાછળથી વધારે વ્યાજના રૂપમાં ભારે પડી શકે છે. તેથી, માત્ર એટલું જ ઉધાર લો જેટલું જરૂરી છે, અને તેને વહેલી તકે ચૂકવી દેવાનું આયોજન કરો.
4. લોનની અવધિ ટૂંકી રાખો:
પર્સનલ લોન લેવાનો હેતુ તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાનો છે. તેથી, તેની અવધિ પણ ઓછામાં ઓછી (૬ મહિનાથી ૧ વર્ષની વચ્ચે) રાખો. લાંબા સમય સુધી EMI ચૂકવવાથી તમારું માસિક બજેટ ખોરવાય છે અને તહેવારની ખુશી પણ ઝાંખી પડી જાય છે.