બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું, જેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં બાંગ્લાદેશ પાછા ફરશે. શેખ હસીનાના વર્ચ્યુઅલ સંબોધનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જો કે, તેમના સંબોધન પછી તરત જ બાંગ્લાદેશથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ સાંસદ શાકિબ અલ હસનના ઘર પર પર પેટ્રોલ બોમ્બ ફેંકીને આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, શાકિબ અલ હસન શેખ હસીનાના વર્ચ્યુઅલ સંબોધનમાં ભાગ લીધો હતો. મળતી માહિતી અનુસાર, કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભૂતપૂર્વ સાંસદ શાકિબ અલ હસનના ઘરને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના મગુરા વિસ્તારમાં શાકિબના ઘરે બની હતી. શાકિબ અલ હસન મગુરા-1 વિસ્તારના ભૂતપૂર્વ સાંસદ છે. અહેવાલો અનુસાર, બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના દ્વારા સંબોધિત મીડિયા કાર્યક્રમમાં શાકિબે હાજરી આપી તેના કલાકો પછી આ ઘટના બની હતી. બાંગ્લાદેશના ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, આજે નવી દિલ્હીમાં ફોરેન કોરસપોન્ડન્ટ્સ ક્લબ ઓફ સાઉથ એશિયા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.