BREAKING NEWS

હું જ્યારે ફોન કરું ત્યારે ફોન ઉપાડજો અમે મારવા અને મરવા નવરા છીએ

  • February 20, 2026 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના રીબ ગામે રહેતા પિતાને પુત્રીના પ્રેમીની ધમકી: દીકરી લાપતા થયા બાદ તેણે પિતાને કહ્યૂં મને શોધતા નહીં




ગોંડલ તાલુકાના રીબ ગામે રહેતા યુવાનને ગોંડલમાં રહેતા શખસે ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.


ગોંડલ તાલુકાના રીબ ગામે રહેતા યોગેશભાઈ મગનભાઈ ચાવડા (ઉ.વ.43) દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં ગોંડલના નાની બજાર વિસ્તારમાં રહેતા અહેમદ શાહમદારનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રીબ ગામે દરજીકામ કરે છે સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે જેમાં મોટી દીકરી રાજકોટ ખાતે ગ્રાફિક ડિઝાઇન શોપમાં જોબ કરતી હતી અને રાજકોટથી રીબ સુધી રેલવેમાં અપડાઉન કરતી હતી.


આજથી બે મહિના પૂર્વે તારીખ 13/11/2025 માં યુવાનને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોનમાં વાત કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે, મારે તમારી દીકરી સાથે સંબંધ છે, હું મુસલમાન છું, હું જ્યારે તમને ફોન કરું ત્યારે ફોન ઉપાડજો અમે મારવા અને મરવા નવરા છીએ, તમારે જે કાંઈ થાય તે કરી લેવું. તમારી દીકરીને પૂછી લેજો પછી મારી સાથે વાત કરજો અમે દાદા જ છીએ અને હું જ્યારે ફોન કરું ત્યારે ફોન ઉપાડજો તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં યોગેશભાઇને જાણવા મળ્યું હતું કે, ફોન કરનાર શખસ ગોંડલનો અહેમદ શાહમદાર છે નંબર પરથી અગાઉ પણ બે ત્રણ વખત ફોન આવ્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી.



વધુમાં યુવાને જણાવ્યું હતું કે તારીખ 31/1/2026 ના તેની દીકરી રાજકોટ નોકરી પર ગઈ ગઈ હતી તે ટ્રેનમાં અપડાઉન કરતી હોય અને રીબડા રેલવે સ્ટેશન પર ઉતરી જતી હતી. પરંતુ તે દિવસે તે અહીં રેલ્વે સ્ટેશન પર ઉતરી ન હોય જેથી દીકરીને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો ન હતો ત્યારબાદ ખ્યાલ પડ્યો હતો કે દીકરી ફોન સાથે લઈ ગઈ નથી. બાદમાં દીકરીએ ગોંડલ રેલવે સ્ટેશનથી કોઈ અજાણ્યા નંબર પરથી ફોન કર્યો હતો કે મને ગોતતા નહીં હું જ્યાં છું ત્યાં ખુશ છું. બાદમાં તપાસ કરતા ફરિયાદીને માલુમ પડ્યું હતું કે, તેની દીકરી ગોંડલના અહેમદશા સાથે સમજૂતી કરાર કરી રહે છે. આ શખસે અગાઉ તેને ફોનમાં મારી નાખવાની ધમકી આપી હોય જેથી આ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ધમકી આપ્યા અંગે ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application