ભાવનગર રોડ પર કાબાકુંભારવાળી શેરીમાં રહેતા યુવાન અને તેના કાકા પર બેડીપરા ઢાળ પાસે રહેતા પિતા–પુત્રોએ મળી પાઇપ અને છરી વડે હત્પમલો કર્યેા હતો.જે હત્પમલામાં યુવાનને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.યુવાનને ઘર બાબતે આરોપીઓ સાથે અદાવત ચાલતી હોય જેનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હોવાનો માલુમ પડયું છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કાબાકુંભારવાડી શેરી બેડીપરા ગંગેશ્વર મહાદેવ રોડ પર રહેતા હિરેન રાજુભાઈ સિંધવ (ઉ.વ ૨૨) નામના યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બેડીપરા ઢાળ પાસે રહેતા ધીભાઈ ચનાભાઈ ખીંટ અને તેના બે પુત્ર નિલેશ અને નિશિતના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા પાંચ વર્ષથી માર્કેટિંગ યાર્ડમાં શાક બકાલા વિભાગમાં વેપાર કરે છે. ગઈકાલ સાંજના ૭:૩૦ વાગ્યા આસપાસ તે તથા તેના કાકા અશ્વિનભાઈ સિંધવ અને કાકાનો દીકરો કરણ સિંધવ ત્રણે કામ પરથી ઘરે આવતા હતા. ત્યારે બેડીપરા ઢાળ ઉતરતા નિલેશ ખીંટના ઘર પાસેથી પસાર થતાં નિલેશ તથા તેના પિતા ધી અને તેના ભાઈ નિશીતે ઈંટોના ઘા કર્યા હતા. બાદમાં નિલેશ તથા તેના પિતા ધી અને નિશિત તણે યુવાનને માર મારવા દોડયા હતા. નિલેશે ઘરમાંથી પાઇપ કાઢી યુવાનને માથાનાભાગે મારી દીધો હતો તેમજ તેના કાકા કાનજીભાઈ સિંધવને નિશિતે છરી મારવા જતા હાથમાં ઘા લાગી ગયો હતો તેમજ ઢીકાપાટુનો માર માર્યેા હતો. દરમિયાન અહીં લોકો એકત્ર થતાં આ શકશો અહીંથી નાસી ગયા હતા.બાદમાં યુવાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
યુવાને પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેને આરોપીઓ સાથે ઘર બાબતની જૂની અદાવત હોય જેનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે. બનાવ અંગે વધુ તપાસ એએસઆઇ એ.વી. બકુત્રા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતમામ અર્ધલશ્કરી દળોની રજા રદ આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઇ એલર્ટ
May 07, 2025 03:07 PMઓબેસિટી ફ્રી ગુજરાતની થીમ પર મહાપાલિકા દ્વારા સોમવારે ૧૦ કિલોમીટરની સાયક્લોથોન
May 07, 2025 03:03 PMયાર્ડની જે.કે.ટ્રેડિંગ પેઢીએ રૂ.૧૭.૧૯ કરોડનું ફુલેકુ ફેરવ્યું
May 07, 2025 02:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech