BREAKING NEWS

લાલપુર નજીક ટ્રેક પર લોખંડનો ટુકડો મુકી ટ્રેન ઉથલાવવાનું કાવતરું ઝડપાયું

  • October 15, 2026 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લાલપુરના સણોસરા ગામની સીમમાં રેલવે ટ્રેક પર આશરે ત્રણ ફટ લાંબો જૂનો લોખંડનો ટુકડો મૂકવામાં આવતાં કાનાલુસપોરબંદર ટ્રેન નંબર ૫૯૨૦૫ના એન્જિન સાથે અથડાવાની ઘટના બની હતી. રેલવે ટ્રેક પર અવરોધ ઊભો કરી ટ્રેનના મુસાફરોને નુકસાન પહોંચાડવાના ઇરાદે આ ટુકડો મૂકવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતાં રેલવેની સલામતીને લગતો ગંભીર મામલો સામે
આવ્યો છે.
આ બનાવ અંગે લાલપુર રેલવે કોલોનીમાં રહેતા અને ભાવનગર ડિવિઝનના રેલવે એન્જિનિયરિંગ વિભાગમાં જુનિયર સેકશન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ રામખીલાડીભાઈ મીનાએ કોઇ અજાણ્યા ઇસમો વિરુધ્ધ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદની વિગતો મુજબ, તા. ૧૩ના રોજ બપોરના સુમારે ભાવનગરના એન્જિનિયરિંગ કંટ્રોલ મમાંથી રાજેશભાઈ મીનાને ફોન આવ્યો હતો. તેમાં લાલપુરથી ગોપજામ તરફના રેલવે ટ્રેક પર સણોસરા ગામની સીમમાં કિલોમીટર ૮૮૩૦૮થી ૮૮૩૦૯ વચ્ચે કાનાલુસપોરબંદર ટ્રેન નંબર ૫૯૨૦૫ના એન્જિન સાથે મીટરગેજનો આશરે ત્રણ ફટ લાંબો જૂનો લોખંડનો ટુકડો અથડાયો હોવાની જાણ કરવામાં આવી હતી. ટ્રેનના ચાલક અને ગાર્ડે આ અંગે કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
આ માહિતી મળતાં રાજેશભાઈ મીના લાલપુર રેલવે સ્ટેશનના ટ્રોલીમેનને સાથે લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર તપાસ કરતાં રેલવેના પાટા પર ઘસાવાનાં નિશાન જોવા મળ્યાં હતાં. પાટાની બાજુમાં આવેલા પ્રી–સ્ટ્રેસ્ડ કોંક્રિટના સ્લીપર પર પણ ઘસાવાનાં નિશાન જણાયાં હતાં.
ત્યારબાદ તેમણે કંટ્રોલ મને ટ્રેકની સ્થિતિ અંગે જાણ કરી હતી. રેલવે કંટ્રોલ મ દ્રારા ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવ્યા બાદ પોરબંદર રેલવે સુરક્ષા દળના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ રાજેશભાઈ મીનાએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩(૫), ૬૧(૨)(એ), ૬૨, ૧૨૫ તથા રેલ્વે અધિનિયમ ૧૯૮૯ની કલમ ૧૫૦(૧)(એ), ૧૫૦(૨)(બી) તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ મુજબ અજાણ્યા સામે ફરીયાદ કરી હતી. જેમાં જણાવ્યુ હતું કે અજાણ્યા શખ્સોએ અવરોધરૂપ થાય તથા પેસેન્જરોને હાની પહોચાડવાના ઇરાદે રેલ્વે ટ્રેક પર ટુકડો રાખી કાનાલુસ–પોરબંદર ટ્રેન એન્જીનના ભાગ સાથે મીટરગેજનો લોખંડનો કટકો (ડેટ્રોનેટર પોસ્ટ) સાથે ભટકાય તેને નુકશાન પહોચાડી નાશી ગયા હતા જેની તપાસ લાલપુરના ઇન્ચાર્જ પીઆઇ એ.જી. જાડેજા અને સ્ટાફ ચલાવી રહયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application