BREAKING NEWS

રશિયાની લેબમાંથી કોરોનાથી 1000 ગણો ખતરનાક પ્લેગ લીક થવાના અહેવાલ: જાણો ભારત પર કેટલું છે જોખમ

  • October 05, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં આવેલી એક તબીબી સંશોધન લેબમાંથી ન્યુમોનિક પ્લેગ વાયરસ લીક થવાના અહેવાલે સમગ્ર વિશ્વમાં ભારે ચિંતા પ્રસરાવી દીધી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પ્લેગ કોરોના વાયરસ કરતા પણ 1000 ગણો વધુ ઘાતક અને ખતરનાક છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લેબમાંથી પ્લેગ લીક થયા બાદ ત્યાં કામ કરતી એક 28 વર્ષીય યુવતીનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટના બાદ સાઇબેરિયા અને આસપાસના વિસ્તારોમાં આશરે 200 લોકોને તાત્કાલિક અસરથી ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

અમેરિકી ન્યૂઝ એજન્સી સીએનએન (CNN) અનુસાર, આ ખતરનાક લીકના અહેવાલો સામે આવ્યા બાદ વોશિંગ્ટન પણ એલર્ટ મોડ પર આવી ગયું છે અને વ્હાઈટ હાઉસે આ સમગ્ર મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીરતા દાખવતું નિવેદન પણ જારી કર્યું છે. 'ધ મોસ્કો ટાઈમ્સ' ના રિપોર્ટ મુજબ, મૃત્યુ પામેલી યુવતી સાઇબેરિયાની તે લેબમાં કામ કરતી હતી જ્યાં ન્યુમોનિક પ્લેગ પર રિસર્ચ ચાલી રહ્યું હતું. કામ દરમિયાન આકસ્મિક રીતે કાચનું પાત્ર તૂટી જતાં તે આ વાયરસના સંપર્કમાં આવી ગઈ હતી. તકેદારીના ભાગરૂપે ઇરકુત્સ્કના ઓછામાં ઓછા 4 હોસ્પિટલોને 3 અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવ્યા છે.


વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વર્ષ 2019 થી 2024 સુધીના જારી કરાયેલા પ્લેગના આંકડા અનુસાર, છેલ્લા 5 વર્ષમાં વિશ્વભરમાંથી પ્લેગના આશરે 4000 શંકાસ્પદ કેસો નોંધાયા હતા, જેમાં સૌથી વધુ કેસો ચીન અને મંગોલિયાથી સામે આવ્યા હતા. રશિયન સત્તાધીશોનું કહેવું છે કે મૃત્યુ પામનાર યુવતી પણ મૂળ મંગોલિયાથી આવી હતી અને રશિયાએ તાત્કાલિક પગલાં ભરીને વાયરસના સંપર્કમાં આવેલા તમામ 200 લોકોને સખત આઇસોલેશનમાં રાખી દીધા છે.


​​​​​​​આ સ્થિતિ વચ્ચે સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું ભારત માટે આ ન્યુમોનિક પ્લેગ કોઈ મોટો ખતરો બની શકે છે? તબીબી નિષ્ણાતો અને વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, હાલના તબક્કે ભારતે આ અંગે ગભરાવાની જરૂર નથી. રશિયાએ સમયસર કડક ક્વોરન્ટાઈન અને ઈમરજન્સી પ્રોટોકોલ લાગુ કરી દીધા હોવાથી આ વાયરસ સરહદ પાર કરીને બહાર ફેલાય તેવી શક્યતા નહિવત છે. આમ છતાં, આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાઓ સમગ્ર પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News