રાજકોટ મહાપાલિકાની ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં શહેર પોલીસ દ્વારા મતદાન દરમિયાન સતત પેટ્રોલીંગમાં કરવામાં આવ્યું હતું. દરમિયાન શહેરના સંવેદનશીલ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા અહીંના મતદાન મથકની મુલાકાત લઇ પોલીસ સ્ટાફને જરૂરી સૂચનો કર્યા હતાં.
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજરોજ સવારના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ પહોંચી જઇ અહીં આવેલા મતદાન મથકની મુલાકાત લીધી હતી. અહીં મતદાન પ્રક્રિયાની અંગે માહિતી મેળવી સ્થિતિની સમિક્ષા કરી હતી. આ સાથે જ તેમણે અહીં રહેલા પોલીસ સ્ટાફને જરૂરી સૂચનો કર્યા હતાં.