BREAKING NEWS

ઉપલેટામાં પાસે અસ્માત સર્જી નાસી ગયેલાઅરણીના કારચાલકને પોલીસે ઝડપી લીધો

  • December 05, 2025 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઉપલેટા-કોલકી રોડ પર અઠવાડિયા પહેલા કારચાલકે બાઇકને ઠોકરે લેતા યુવાન અને તેની બે સગીર પુત્રીઓને ગંભીર ઇજા પહોંચી હતી અકસ્માત બાદ કારચાલક ફરાર થઇ ગયો હતો. ઉપલેટા પોલીસે અકસ્માત સર્જનાર આ કારચાલકને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગત તા. 1-12-2025 ના રોજ નરેશભાઈ હનબહાદુરભાઇ સોની (રહે. ઇસ્કોન પાર્ક, ઉપલેટા)એ ફરિયાદ નોંધાવી હતી કે, તે તથા તેની બંને દીકરીઓ ગત તા. 28/11/2025 ના રોજ રાત્રિના મોટરસાયકલ લઈને ઘરેથી તેના મામાના દીકરાના ઘરે જતા હતા. ત્યારે ઉપલેટા-કોલકી રોડ પર લાભ શુભ એપાર્ટમેન્ટ પાસે પહોંચતા કોઈ અજાણ્યા ફોરવ્હીલ ચાલકે પૂરપાટ ઝડપે ધસી આવી નરેશભાઈના મોટરસાયકલને ઠોકર મારતા તેમને જમણા પગમાં ફ્રેક્ચર તથા ટાંકા આવે તેવી ઇજા પહોંચી હતી. ફરિયાદીની 17 વર્ષીય અને 13 વર્ષીય દીકરીને પણ આ અકસ્માતમાં ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલક પોતાનું વાહન હંકારી નાસી ગયો હતો.


રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ દ્વારા અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસંધાને ઉપલેટા પોલીસ મથકના પીઆઇ બી આર પટેલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો દ્વારા બનાવ સ્થળ સહિતના વિસ્તારના અલગ અલગ 20 સ્થળના સીસીટીવી તપાસવામાં આવ્યા હતા. દરમિયાન એએસઆઈ એ.યુ. પરમાર અને આઇટી એક્સપર્ટ સહદેવસિંહ ચુડાસમાને મળેલી હકીકતના આધારે અકસ્માત સર્જી નાસી જનાર કારચાલક રતિ મોહનભાઈ સખીયા (ઉવ 46 રહે. અરણી ગામ, ઉપલેટા, રાજકોટ) ને અલ્ટો કાર જેના નંબર જીજે-6-ડીબી-4103 સાથે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


આ કામગીરીમાં ઉપલેટા પોલીસ મથકના બી.આર.પટેલ, એએસઆઇ એ.યુ. પરમાર, આર.બી ચૌહાણ, કોન્સ્ટેબલ મનદીપસિંહ જાડેજા, વિમલભાઈ બામણીયા, કિશનભાઇ મેર અને આઇટી એક્સપોર્ટ સહદેવસિંહ ચુડાસમા સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application