BREAKING NEWS

રાજકોટના હલેન્ડા ગામે ડિગ્રી વગર કિલનિક ચલાવતા બોગસ ડોકટરને પોલીસે પકડયો

  • June 20, 2026 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરની ભાગોળે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વગર કિલિનિક ચલાવતા બોગસ તબીબ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે આવા વધુ એક મુનાભાઇને પોલીસે ઝડપી લીધો છે. આજીડેમ પોલીસે હલેન્ડા ગામે ડિગ્રી વગર કલિનિક ચલાવતા બોગસ ડોકટરને ઝડપી લઇ અહીંથી મેડિકલ સાધનો સહિત . ૮,૫૯૨ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આ શખસે બી.એ.નો અભ્યાસ કર્યેા છે. છેલ્લા છ માસથી તે અહીં ડોકટર બની કિલિનિક ચલાવી લોકના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, આજીડેમ પોલીસ મથકના પીઆઇ એચ.એન. પટેલની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, રાજકોટ તાલુકાના હલેન્ડા ગામ ખાતે રામજી મંદિર પાસે આવેલ નામ વગરની દુકાનમાં દવાખાનું ચાલે છે અને આ દવાખાનું મુકુલભાઈ ઉર્ફે મુકેશ નામનો શખસ ચલાવી રહ્યો છે અને તેની પાસે મેડિકલ પ્રેકિટસના અંગેની કોઈ ડીગ્રી નથી. આ બાબતે સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર વિવેક કોટડીયાને સ્થળ પર બોલાવી તપાસ માટે ગયા હતા.
પોલીસે અહીં હાજર અને પોતાની ઓળખ ડોકટર તરીકે ઓળખનાર આપનાર શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ મુકુલ ઉર્ફે મુકેશ સુરેશભાઈ જોશી (ઉ.વ.૪૫ રહે. હોડથેલી તા.રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી મેડિકલ પ્રેકિટસ કરવા અંગે ડિગ્રી સર્ટિફિકેટ કે હોમિયોપેથીક કોઈપણ જાતનું મેડિકલ સર્ટીફીકેટ હોય તો રજૂ કરવા કહ્યું હતું. પરંતુ આ શખસ પાસે આવું કોઈ સર્ટી ન હોય તેને અભ્યાસ બાબતે પૂછતા તેણે બી.એ. નો અભ્યાસ કર્યેા હોવાનું માલુમ પડું હતું. જેથી પોલીસે અહીંથી મેડિકલ ને લગતા સાધનો સહિત . ૮,૫૯૨ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. કોઈપણ પ્રકારની ડિગ્રી વગર ડોકટર બની લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનારા આ શખસ છેલ્લા છ મહિનાથી અહીં કલિનિક ચલાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ શખસ વિદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application