BREAKING NEWS

જેતપુરમાં બીએલઓ સાથે નશાની હાલતમાં માથાકૂટ કરનાર બુટલેગરને પોલીસે દબોચ્યો

  • November 22, 2025 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જેતપુરમાં એસઆઇઆરની કામગીરી કરી રહેલા બીએલઓ અહીં નાજાવાળાપરા વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર દારૂ પીધેલી હાલતમાં તેમની સાથે અયોગ્ય વર્તન કરી તેમની કામગીરીમાં વિક્ષેપ ઉભો કર્યો હતો. જે અંગે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી કુખ્યાત બુટલેગર અશ્વિન ઉર્ફે પપ્પી ભાખોતરાને ઝડપી લઇ તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.


જાણવા મળતી વિગતો મુજબ, એસઆઇઆર અંતર્ગત નાજાળાવાળાપરા વિસ્તારમાં મતદાર યાદી સુધારણાની કામગીરી માટે બીએલઓ ટીમ સાથે ગયા હતાં. દરમિયાન આરોપી અશ્વિન ઉર્ફે પપ્પીના ઘરે જતા તેણે દારૂ પીધેલી હાલતમાં બીએલઓ સાથે અસભ્ય વર્તન કરી કામગીરીમાં વિપેક્ષ ઉભો કરવા પ્રયાસ કર્યો હતો. જે અંગેની જેતપુર સિટી પોલીસ મથકમાં જાણ કરી હતી.


બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શનમાં જેતપુર સિટી પોલીસ મથકના પીઆઇ એ.ડી.પરમાર તથા ટીમ આરોપીના ઘર પાસે જતા તે જાહેર રોડ પર લથડીયા ખાતી હાલતમાં બકવાસ કરતા નજરે પડયો હતો. જેથી પોલીસે આરોપી અશ્વિન ઉર્ફે પપ્પી વલ્લભભાઇ ભાખોતરા(રહે. નાજાવાળાપરા, જેતપુર) સામે ખુદ પોલીસે ફરિયાદી બની આરોપી સામે પ્રોહિબિશન એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેને લોકઅપમાં પુરી દીધો હતો. આરોપી અશ્વિન ઉર્ફે પપ્પી સામે અગાઉ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં દારૂના સાત ગુના નોંધાઇ ચૂકયા છે.


પોલીસે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, ભારત સરકારની સૂચનાથી ગુજરાત રાજયમાં એસઆઇઆર અંતર્ગત મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલુ હોઇ જે અંગે મતદારોના ઘરે જઇ તેઓના નામ ઉમેરવાનું તેમજ નામ કમી કરવાની કામગીરી બીએલઓને સોંપવામાં આવી છે.જેથી તેઓની કામગીરીમાં વિક્ષેપ કે તેઓની સાથે અસભ્ય વર્તન કરવું નહીં. આ કામગીરી ભારત સરકાર તરફથી કર્મચારીઓને સોંપવામાં આવી છે. જેથી મતદાર યાદી સુધારણાની કામગીરી કરતા કર્મચારીઓને સંપૂર્ણ સહયોગ આપવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News