જુનાગઢ જિલ્લ ાના કેશોદ તથા મેંદરડા સોની વેપારીને ત્યાંથી અજાણ્યા ઈસમો એ ગ્રાહકના શ્વાંગમાં આવી સોના ચાંદીના દાગીના ચોરી કર્યા નો બનાવ નોંધાયો હતો. બનાવમાં સીસીટીવી ફટેજમાં સખસો કેદ થયા હતા અને વેપારીની ફરિયાદ બાદ પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી જેમાં કેશોદ પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી ૫.૨૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. અને ત્રિપુટી સાથે અન્ય કોઈ ઈસમો સંડોવાયેલ છે કે કેમ તે અંગે ઐંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
કેશોદ અને મેંદરડા ના સોની વેપારીને ત્યાં થયેલી ચોરી બાદ જુનાગઢ જીલ્લ ા ઈન્ચાર્જ એસપી જાડેજા દ્રારા ચોરીના કિસ્સામાં સંડોવાયેલ તસ્કરોને ઝડપવા ગુનાઓ આદેશ કર્યા હતા અને કેશોદ ડીવાયએસપી બી સી ઠક્કર ના માર્ગદર્શન હેઠળ પીઆઇ જાદવ ના નિદર્શન હેઠળ કેશોદ પોલીસની ટીમ દ્રારા સોની બજારમાં શંકાસ્પદ હિલચાલ કરતાં ત્રણ ઈસમો રેકી કરી રહ્યાં છે તેવી બાતમી મળી હતી અને ત્રણ શંકાસ્પદ ઈસમોની પુછપરછ હાથ ધરવામાં આવતાં રાહુલભાઈ ભીમાભાઈ પરમાર રહે. બડોદર રોડ પાતાળ કુવા પાસે કેશોદ, અરવિંદ ઉકાભાઈ વાઘેલા( ઉ.વ ૨૫) રહે. ટાવરની પાસે વંથલી, વિપુલભાઈ નાજાભાઈ ડાભી ઉ વ્.૩૨) રહે.નાવડા સીતારામ નગર વંથલી ત્રણેયની
તપાસ કરતાં સોનેરી કલરના ધાતુના દાગીના જેમાં વીટીં બુટ્ટી, મોબાઈલ ફોન, નાના મોટા સાંકળા મળી આવતાં પુછપરછ કરી જેમાં તેઓએ મેંદરડામા ૨૪ જોડી સાંકળા ની ચોરી, કેશોદમાં બે સોનાની વીંટીની ચોરી, કેશોદમાં એક સોનાની વીંટીની ચોરી, જામનગર ખાતે નાની મોટી બુટ્ટી જોડી નંગ–૬ ની ચોરી, પોરબંદર ખાતે કાગળના વેપારીનું ૪૫,૦૦૦– પિયા ભરેલું પર્સ ચોરી કરી હતી, રાજકોટ ખાતે અનાજના વેપારીના સ્કૂલ બેગમાંથી .૧ લાખ ની ચોરી અને માળીયા હાટીના ખાતે સોનીની દુકાનમાંથી બે સોનાની વીંટી, એક નાની બુટ્ટી જોડી, નાના દાણા, નાની કડી તથા સોનાના દોરાના ટુકડા, સોનાનો ભુક્કો ભરેલ પર્સની ચોરી કર્યાની કબુલાત કરી હતી .કેશોદ પોલીસે કુલ ૫,૨૨,૫૦૦ નો મુદામાલ કબજે કરી સૌરાષ્ટ્ર્ર ભરમાંથી થયેલ સાત સોના ચાંદીના દાગીના ની ચોરીના ગુનાનો ઉકેલ્યો હતો
ગ્રાહક બની વેપારીની નજર ચૂકવી ચોરીનો ઈરાદો પાર પાડતા
કેશોદ પી.આઈ જાદવના જણાવ્યા મુજબ ચોરીમાં સંડોવાયેલા શખ્સો ગ્રાહકના સ્વાગંમાં દુકાનમાં જઈ વસ્તુઓ જોવા માંગતા અને એક શખ્સ વેપારીને વાતોમાં મશગુલ કરે તો અન્ય શખ્સ નજર ચુકવી ખાનામાંથી દાગીના પર્સ સેરવી લઈ નાસી ચોરીને અંજામ આપતાં હતાં.પોલીસ દ્રારા ત્રણેય શખ્સોની ઐંડાણપૂર્વક પૂછપરછ કરી છે અને અન્ય ટોળકીના સભ્યોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMગુજરાતમાં પાંચ IAS ઓફિસરોને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો, જુઓ લિસ્ટ
May 08, 2025 05:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech