BREAKING NEWS

મોરબીમાં બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડતી પોલીસ

  • June 04, 2026 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી : રાજયના ગૃહ મંત્રી દ્રારા આપવામાં આવેલા નિર્દેશોને પગલે રાયભરમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ઝડપી લેવા પોલીસ ટીમો તપાસ ચલાવી રહી છે જેમાં મોરબી પોલીસે ગત મોડી રાત્રીના ઓપરેશન દરમિયાન બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લીધી હતી મોરબી ડીવાયએસપી જે એમ આલે માહિતી આપતા જણાવ્યું હતું કે ઓપરેશન ડેલ્ટા અન્વયે મોરબી જીલ્લ ાના ચાર ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ જીલ્લ ાની એલસીબી, એસઓજી, સાયબર ટીમ ઉપરાંત તમામ પોલીસ મથકોની અલગ અલગ ટીમો બનાવી પોલીસે બાંગ્લાદેશીઓને ઝડપી લેવા તપાસ ચલાવી હતી ગત રાત્રીના કુલ ૧૦૦ લોકોને તપાસવામાં આવ્યા હતા જેમાં બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લેવામાં પોલીસ ટીમને સફળતા મળી છે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં પરપ્રાંતીય શ્રમિકો મોટી સંખ્યામાં કામ કરતા હોવાથી સિરામિક ઝોનમાં વિશેષ તપાસ ચલાવી હતી હાલ બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લેવામાં આવી છે તો અન્ય બે શકમંદોની પુછરપછ ચાલી રહી છે ઝડપાયેલી બે બાંગ્લાદેશી મહિલાઓ કયાં ટથી આવી, કોની પાસે રોકાઈ હતી તે દિશામાં પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે ઉપરાંત તેમની પાસે ભારતના આધાર કાર્ડ જેવા ડોકયુમેન્ટ છે કે નહિ તેની તપાસ ચાલી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application