ઊના તાલુકાના ગરાળ ગામે વેલણ ગામ ની સીમ માં જાહેર માં રૂપિયા ની હાર જીત નો જુગાર રમતો હોવાનો બાતમી ઊના ના પોલીસ કર્મચારી સુનિલભાઈ કેશવભાઈ બાંભણિયા ને મળી હતી તેથી એ. એસ. આઇ. જોરૂભા નારણ ભા, હરેશ ભાઈ લક્ષ્મણ ભાઈ ચુડાસમા અને સ્ટાફ સાથે રેડ કરતા ગોળ કુંડાળું વળી જુગાર રમતા ઇન્દ્રજીસિંહ જસ્મતસિંહ રાઠોડ, કનકસિંહ ભીખુભા રાઠોડ, મનહરસિંહ જીવુભા રાઠોડ, ભરતસિંહ રમજુભા રાઠોડ, કમલેશ કલ્યાણદાસ કુબાવત, અજીતસિંહ બચુભા રાઠોડ રે. ગરાળ તા. ઊના અને લઘુભા ગગજીભાઇ વાજા રે. સુલતાન પુર તા. ઊના કુલ સાત જુગારીઓ ને જુગાર નું સાહિત્ય અને રોકડા રૂપિયા ૪૬૨૨૦/ સાથે પકડી ઊના પોલીસ સ્ટેશન લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.