BREAKING NEWS

જામનગરના મોટી ખાવડીથી સુરત રવાના કરાયેલા ડીઝલ ભરેલા ટેન્કર માંથી તેના ચાલકે ડીઝલ કાઢી લીધાની પોલીસ ફરિયાદ

  • December 25, 2025 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક ખાનગી પેઢી મા ટેન્કર ચાલક દ્વારા જામનગરથી સુરત મોકલવામાં આવેલા ડીઝલના જથ્થા પૈકી અંદરથી આશરે રૂપિયા બે લાખની કિંમતનો ડીઝલનો જથ્થો કાઢી લઈ બારોબાર વેચી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


 જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા અને મોટી ખાવડી વિસ્તારમાં આવેલી કોટક કોર્પોરેશનના કારકૂન તરીકે ફરજ બજવતા મોહસીનભાઈ રફીકભાઈ બલોચે મેઘપર પડાણા પોલીસ મથકમાં પોતાની પેઢીમાં ચાલતા જી.જે.૧૦ ટી.વી.૭૩૭૭ નંબરના ટેન્કરના ચાલક દરેડના વતની દેવશીભાઈ માલદેભાઈ કરમટા સામે રૂપિયા બે લાખથી વધુની કિંમતનું ડીઝલ બારોબાર વેચી નાખવા અંગે અને વિશ્વાસઘાત કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.


 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી દેવશીભાઈ કરમટા ટેન્કરમાં આશરે ૨૪ હજાર લીટર ડીઝલનો જથ્થો ભરીને જામનગરના મોટી ખાવડી થી નીકળ્યો હતો, અને સુરત પહોંચાડવાનો હતો.


 જે દરમિયાન તેણે રસ્તામાં કોઈ પણ સ્થળે ટેન્કર માંથી બે લાખની કિંમતનું ૨,૩૦૯ લીટર ડીઝલ કાઢી લીધું હતું, અને બારોબાર વેચી નાખ્યું હતું.


 સુરતમાં ડીઝલનો જથ્થો પહોંચાડવા સમયે તેમાં ઘટ્ટ જણાઇ આવી હોવાથી આ મામલો સામે આવ્યો હતો, અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં  આવી છે જેમાં મેઘપરના પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી. જયસવાલ વધુ તપાસ ચલાવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application