BREAKING NEWS

ધોરાજીમાં રહેતી પરિણીતાનો પીછો કરી પજવણી કરતા પોલીસ ફરિયાદ

  • May 05, 2026 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીમાં રહેતી પરિણીતાનો પીછો કરી તેની સાથે વાત કરવાની કોશિશ કરી તેની પજવણી કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે અમીન આમદાણી નામના શખસ વિરૂધ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.ધોરાજીમાં રહેતી 23 વર્ષીય પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ધોરાજીમાં વી.સી. પ્લોટ રેલ્વે સ્ટેશન પાસે રહેતા અમીન બસીરભાઈ આમદાણી નું નામ આપ્યું છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ 75 અને 78 (1) મુજબ ગુનો નોંધ્યો છે.ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલ સવારે 10:00 વાગ્યા આસપાસ તે કટલેરીની દુકાને વસ્તુ લેવા માટે ઘર પાસેથી પગપાળા જતી હતી. દરમિયાન આરોપી અમીન આમદાણી શ્યામવાડી અને આસોપાલવ પાસેથી પરિણીતા પાસે આવ્યો હતો અને તેનું વાહન ઉભું રાખી કયાં જાય છે અને શું કરે છે? તેવી વાતો કરતો હતો અને બબડતો હતો પરંતુ પરિણીતાએ કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ તે પોતાના ઘરે જતી રહી હતી. પતિએ ઘરે આવતા પૂછ્યું હતું કે તું અમીન સાથે બોલે છે? જેથી પરિણીતાએ ના પાડી હતી અને કહ્યું હતું કે, હું તેની સાથે કોઈ વાત કરી નહોતી તે સામેથી કંઈ બોલતો હતો અને પછી સંતોષી ચોક બાજુ જતો રહ્યો હતો. તે મારો વ્યક્તિગત સંપર્ક કરવા પ્રયત્ન કરતો રહે છે.ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, હું પરિવારના સભ્યો સાથે કામથી બહાર જાવ તો અમિન પીછો કરે છે આમ આરોપી યેનકેન પ્રકારે વારંવાર સામુ જુએ રાખતો હોય અને સંપર્ક કરવા પ્રયત્ન કરતો હોય જેથી આ અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application