સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કેટલાક યુવાનો બાઇક પર સ્ટંટબાજી કરતા હોય છે. પરંતુ તેમની આ સ્ટંટબાજી તેમના માટે અને ક્યારેક અન્ય વાહનચાલક - રાહદારીઓ માટે જીવલેણ સાબિત થતી હોય છે. ત્યારે પોલીસે હવે આ પ્રકારે સ્ટંટબાજી કરનાર શખસો સામે ગુના નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. શહેરના ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે કેવડાવાડી મેઇન રોડ પર બાઈકમાં પ્લાસ્ટિકનું બેરિકેડ હાથમાં રાખી સ્ટંટ કરનાર બાઈક ચાલક અને તેની પાછળ બેઠેલા શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જ્યારે આ જ વિસ્તારમાં બાઈક પર સ્ટંટ કરી વિડીયો ઉતારનાર અન્ય એક બાઈકચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ બંને બાઇક ચાલકના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, એકાદ મહિના પૂર્વે સોશિયલ મીડિયામાં અલગ અલગ બે વીડિયો વાયરલ થયા હતા. જેમાં એક વીડિયોમાં બાઇક ચાલકની પાછળ બેઠેલો શખસ પ્લાસ્ટિકનું બેરીકેટ હાથમાં રાખી લોકોની જિંદગી જોગમાય તે રીતે જાહેર રોડ પરથી નીકળ્યા હતા. જ્યારે અન્ય એક વીડિયોમાં બાઈક ચાલક ચાલુ બાઈકે સ્ટંટ કરી વીડિયો ઉતારતો હોવા અંગેનો વિડીયો સામે આવ્યો હતો. જે બંને વીડિયો કેવડાવાળી મેઇન રોડ પલંગ ચોક વિસ્તારના હોવાનું માલુમ પડ્યું હતું.
આ મામલે ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ. સરવૈયાની રાહબરી હેઠળ પી.એસ. આઈ એમ.એન. વસાવા તથા ટીમે તપાસ હાથ ધરી આ મામલે પ્લાસ્ટિકનું બેરીકેટ હાથમાં રાખી લોકોની જિંદગી જોખમમાં મુકનાર બાઈક નંબર જીજે 3 પીસી 3435 ના ચાલક અને તેની પાછળ બેઠેલા શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે કેવડાવાડી વિસ્તારમાં પલંગ ચોક પાસે બાઈકમાં સ્ટંટબાજી કરી વિડીયો ઉતારનાર બાઈક નંબર જીજે 3 પીસી 3435 ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application