શહેરના થોરાળા વિસ્તારમાં એલસીબી ઝોન-૧ ની ટીમે દેશી- વિદેશી દારૂના ધંધાર્થીઓ વિરોધી ડ્રાઇવ યોજી હતી. આ ડ્રાઇવ દરમિયાન દેશી- વિદેશી દારૂ સાથે પાંચ શખસોને ઝડપી લઇ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સૂચના અને ડીસીપી ઝોન-૧ હેતલ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન-૧ પીએસઆઇ બી.વી.ચુડાસમા તથા ટીમે થોરાળા વિસ્તારમાં અલગ અલગ સ્થળે દેશી- વિદેશી દારૂના ધંધાર્થી વિરોધી ડ્રાઇવ યોજી હતી. આ ડ્રાઇવ દરમિયાન પોલીસે દેશી- વિદેશી દારૂ સાથે પાંચ શખસોને ઝડપી લઇ તેમની પાસેથી દારૂનો જથ્થો કબજે કરી ગુના નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસની આ ડ્રાઇવ દરમિયાન બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરી નં.૨ રાવણ ચોક પાસેથી જીણેબેન ઉર્ફે ભાનુ ચનાભાઇ પાટડીયા(ઉ.વ. ૫૦) ને ૫ લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધી હતી. ભાવનગર રોડ પર મયુરનગર મફતીયાપરા પાસેથી રાજુ ઉર્ફે મણી ઉર્ફે બચ્ચન મકવાણા(ઉ.વ ૫૫) ને ૭ લીટર દેશીદારૂ સાથે તથા ચુનારાવાડ ચોક પાસેથી સુભાષ પ્રવીણભાઇ સોલંકી(ઉ.વ. ૩૨) ને દારૂના ત્રણ ચપલા, રાકેશ ભરતભાઇ વરદોરીયા(ઉ.વ. ૨૦) ને દારૂના પાંચ ચપલા સાથે ઝડપી લીધો હતો. આ સિવાય લાખાજીરાજ શેરી નં.૪ પાસેથી અલ્તાફ ઇબ્રાહીમભાઇ મુલતાની(ઉ.વ. ૩૫) ને ૭ લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.
ડ્રાઇવની આ કામગીરીમાં પીએસઆઇ બી.વી.ચુડાસમા તથા એએસઆઇ મનરૂપગીરી ગૌસ્વામી, હેડ કોન્સ. હિતેશભાઇ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, જગદીશસિંહ પરમાર તથા રવીરાજભાઇ પટગીર સાથે રહ્યા હતાં.
નગયુગપરાનો શખસ ૧૨૦ લીટર દેશી દારૂ સાથે ઝડપાયો
એલસીબી ઝોન-૨ ના પીએસઆઇ આર.એચ.ઝાલાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન શહેરના નગયુગપરા શેરી નં.૭ પાસેથી દિનેશ ઉર્ફે દાતારો મગનભાઇ સાગઠીયા(ઉ.વ. ૪૫ રહે. ઘાંચીવાડ, નવયુગપરા) ને ૧૨૦ લીટર દેશી દારૂ સાથે ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.