સિહોરમાં મોડી રાત્રે બાંગ્લાદેશી નાગરિકો સંદર્ભે તપાસ પોલીસે મુસ્લિમ વિસ્તારોમાં પુરાવાઓની ચકાસણી કરી

  • May 06, 2025 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. આ અંતર્ગત સિહર પોલીસે અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સિહોર શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે પોલીસે વ્યાપક અભિયાન શરૂ કર્યું હતું.
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા આ અભિયાનના ભાગરૂપે સિહોરમાં ફરી સમી સાંજથી મોડી રાત સુધી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાલીતાણા ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ઉઢજઙ) મિહિર બારૈયાના નેતૃત્વમાં પોલીસ ઇન્સ્પેક્ટર  અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર  સહિતની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમે ખાસ કરીને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં તપાસ કરી હતી. 
આ દરમિયાન સ્થાનિક રહેવાસીઓના આધાર કાર્ડ અને અન્ય ઓળખપત્રોની ચકાસણી કરવામાં આવી છે. આ કાર્યવાહી દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application