BREAKING NEWS

100 કલાકમાં ગુનેગારોની હિસ્ટ્રી ચકાસવામાં પોલીસ નિષ્ફળ

  • November 25, 2025 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં દિલ્લીમાં થયેલ બોમ્બ બ્લાસ્ટ બાદ દેશભરની તમામ સુરક્ષા એજન્સી સતર્ક કરાયા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી હતી અને ૩૦ વર્ષમાં ગુના આચરનાર રાષ્ટ્ર વિરોધી તત્વોની ક્રાઈમ કુંડળી ૧૦૦ કલાકમાં તૈયાર કરવાનો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે દ્વારા આદેશ અનુસંધાને રાજકોટ શહેર પોલીસ દ્વારા 1357 થી વધું ગુનેગારોની યાદી તો તૈયાર કરી લીધી પરંતુ 666 જેટલા આરોપીઓની હિસ્ટ્રી ચકાસવામાં પોલીસ નિષ્ફળ રહી હોય તેવું નજરે પડી રહ્યું છે આવું કેમ થયું ? તે પોલીસની કામગીરી સામે સવાલો ખડા કરે છે.

રાજકોટમાં 30 વર્ષ માં ગુનાખોરી અચાનક તત્વોની હિસ્ટ્રી એકત્ર કરી રાજ્ય પોલીસ વડાને રિપોર્ટ કરવાના છૂટેલા આદેશ બાદ રાજકોટ ની પોલીસે 100 કલાકની કામગીરીમાં માત્ર આંકડો પાડવા પૂરતી જ કામગીરી કરી હોય તે ઉપરથી થઈ રહ્યું છે શહેર પોલીસે 1357 ગુનેગારોની યાદી તો તૈયાર કરી લીધી, એટલે કામગીરી પૂરી થઈ જતી નથી.

આ ગુનેગારોમાં 529 આરોપીની માહિતી એકત્ર કરવામાં આવી હતી જેમાં 106 આરોપીના મોત થયાં છે. જ્યારે 52 આરોપી હાલ જેલમાં હોવાનું સામે આવ્યું છે. તે ખરું પરંતુ યાદી મુજબ 666 આરોપીઓ ગયા ક્યાં? તે આરોપીઓ ની ક્રાઈમ કુંડળી કેમ ચકાસવામાં આવી નહીં અન્ય રાજ્યના આરોપી છે તો તેની યાદી તો થવી જ જોઈએ અને રાજકોટ ના આરોપી ગામ છોડી ગયા તો કયા આરોપી ગામ છોડી ગયા હાલ ક્યાં છે તે અંગેની એક પણ વિગત જાહેર કરવામાં આવી નથી.

તેનું કારણ શું? એનો મતલબ એ થયો કે શહેર પોલીસે માત્ર આંકડો પાડવા પૂરતી જ કામગીરી કરી છે ખરેખર ગુનેગાર ની હિસ્ટ્રી અને તેનું બેગ્રાઉન્ડ તેમજ તેના કનેક્શન અને હાલ ક્યાં છે તે અંગેની 666 આરોપીઓ ની હિસ્ટ્રી કેમ તૈયાર ન કરી તે સવાલ હવે રાજ્ય પોલીસવડા વિકાસ સહાય રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા પાસે માંગશે ત્યારે તેઓ શું જવાબ આપશે તે તો આવનારો સમય જ બતાવશે.


સો કલાકની કામગીરી એ શહેર પોલીસની પોલ છતી કરી દીધી

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ રાજ્યના તમામ પોલીસ કમિશ્નર,ને છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધો પ્રવૃત્તિ કરનાર તત્વોની યાદી તૈયાર કરી ડોઝિયર ભરવાની અને અસામાજિક તત્વોની હિસ્ટ્રી ચેક કરી આંકડો આપવા આદેશ કર્યા પરંતુ માત્ર આંકડો દેવાથી કામગીરી પતી જતી નથી તેમ છતાં રાજકોટ પોલીસ 666 આરોપીઓની હિસ્ટ્રી ચેક કરવામાં ઉડી ઉતરી છે? કે જાણી જોઈને અમુક સ્થાનિક ગુનેગારોનું યાદીમાથી નામ કાઢી છુપાવવામાં આવ્યું ? તે તો અધિકારીઓ કે કર્મચારીઓ જ જાણતા હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application