જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં એલર્ટની સાથોસાથ બાંગ્લાદેશીઓને શોધી શોધીને પકડવાની કામગીરી થઈ રહી છે ત્યારે પોરબંદરમાં પણ પોલીસ તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પહેલગામ ખાતે ફરવા ગયેલા પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારનારા આતંકવાદીઓના હીન કૃત્ય સામે સમગ્ર દેશમાં ફિટકાર વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ તંત્રને પણ એલર્ટ કરીને તપાસ હાથ ધરવા જણાવ્યું છે જેમાં બાંગ્લાદેશી ઘુસણખોરો અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. પોરબંદર જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા ના માર્ગદર્શન નીચે હાર્બર મરીન પોલીસ મથક વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની જુદી જુદી બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા માછીમારી વિસ્તારોની અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી. સુભાષ નગર અને ફિશરીઝ ટર્મિનલ વિસ્તાર ઉપરાંત જાવર અને આજુબાજુના વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માછલાના દંગામાં કામ કરતા શ્રમિકોની ઓળખ અંગે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
દંગાના માલિકો થી માંડીને બોટમાલિકોને અને બરફના ક્રશર ના માલિકો ને પણ તે અંગેની સમજ આપીને કોઈપણ બાંગ્લાદેશી વ્યક્તિ નજરે ચડે અથવા શંકાસ્પદ હિલચાલ થતી જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech