ધોકડવામાં ગૌચર પર થયેલા દબાણો દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો છે અને ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે. ગીરગઢડા તાલુકાનાં ધોકડવા ગામે ગૌચરની જમીનો તેમજ સરકારી ગામતળ જાહેર રસ્તા પર થયેલ દબાણો દૂર કરવાં રાજ્ય સરકાર દ્વારા વારંવાર પંચાયતને જવાબદાર ઠેરવી રહી છે એટલું નહીં પણ સત્તાધીશોને જવાબદાર ઠેરવી તેને સત્તાથી દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે ત્યારે ધોકડવા ગામે એક હજાર વિધા જમીન પર પેશકદમી કરીને દબાણો મોટાં માથાં ગણાતાં લોકોએ કરી લીધી હોય ગામનું ગૌચર દબાણનાં કારણે પશુપાલકોને તેમજ રખડતાં પશુઓને ચરિયાણ કરવું મુશ્કેલ બન્યું છે. ત્યારે ભારે ચકચારી ધોકડવા ગ્રામપંચાયતએ દબાણો દુર કરવા પંચાયતની બેઠકમાં અગાઉ ઠરાવો પસાર કરીને દબાણકર્તાને નોટીસ પાઠવી હતી અને પંચાયત દ્વારા પેશકદમી થયેલી જમીનની સરકારી જરીફ દ્વારા ડીઆરએલ મારફતે માપણી કરાવવાં ગ્રામપંચાયત દ્વારા દોઢ લાખ જેવી સરકારી ફી ભરી પંચાયતની હદ સીમા નક્કી કરી લીધાં બાદ આ જગ્યાનાં દબાણો દૂર કરવા પોલીસ બંદોબસ્તની માંગણી કરીને દબાણ દુર કરવાં કાર્યવાહી શરૂ કરવાં તૈયારી કરતાં પંચાયતને ચુંટણી સંદર્ભે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવશે ખરો ? તેવાં સવાલો ઉભા થયા છે જ્યારે ધોકડવા ગ્રામપંચાયત દ્વારા ગીરગઢડા તાલુકા વિકાસ અધિકારીને લખાયેલ પત્ર દ્વારા દબાણ દુર કરવાની કાર્યવાહી માટે પોલીસ બંદોબસ્ત ફાળવવા માંગણી કરાઈ છે.
પંચાયતે સંપ્રાપ્ત ગૌચરની જમીન તથા ગામતળમાં આવેલ જાહેર રસ્તાઓ ઉપર વ્યાપક પ્રમાણમાં દબાણો થયેલ છે. ગ્રામ પંચાયતની ૧૯ ડીસેમ્બર ૨૦૨૨ની ગ્રામ પંચાયતની બેઠક મળેલ તેમાં નં.૪ના ઠરાવ નં.૧૫થી દબાણો દુર કરવા નિર્ણય લેવામાં આવેલ હતો બાદમાં નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી છતાં કાર્યવાહી કરાઈ ન હતી.
સરપંચે જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો
૧૨૦૦ વિધા પંચાયત હેડની જમીન ખુલ્લી થાય ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી લેખિત માંગણી પંચાયતના સરપંચ રેખાબેન એભલભાઈ બાંભણીયાએ તાલુકા વિકાસ અધિકારી તેમજ જીલ્લ ા પોલીસ વડા અને લાગતાં વળગતા તંત્રને પત્ર પાઠવી રજુઆત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરશિયા યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છેઃ બ્રિટિશ કર્નલની ગંભીર ચેતવણી
June 07, 2025 03:02 PMચીન અને પાકિસ્તાનની નવી ચાલઃ રાફેલને બદનામ કરવા કાવતરું ઘડ્યું, હવે ખુલાસો થયો
June 07, 2025 02:41 PMછત્તીસગઢમાં 45 લાખનું ઇનામ ધરાવતો ટોચનો નક્સલી નેતા ભાસ્કર રાવ ઠાર
June 07, 2025 02:39 PM2.53 લાખનો ચેક રિટર્નના કેસમાં કણજાના પેસ્ટીસાઈડ વેપારી નિર્દોષ
June 07, 2025 02:27 PMફ્લાવર બેડનો મુદ્દો ઉકેલવા સીએમ સમક્ષ કોરપોરેટરોએ માગણી મૂકી
June 07, 2025 02:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech