BREAKING NEWS

પોલીસ હેડ કવાર્ટરમાં પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન

  • October 02, 2025 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
આજે દશેરાના પર્વ પર પરંપરા મૂજબ શહેર પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એડી. સીપી મહેન્દ્ર બગરીયાના હસ્તે શાસ્ત્રોક્ત વિધી કરવામાં આવી હતી. જેમાં તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ સ્ટાફની હાજરી આપી હતી.


આજે સવારના ૧૧ વાગ્યે પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલ તાલીમ ભવનમાં શહેરના એડી. પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયાના હસ્તે શસ્ત્ર પૂજનની શરૂઆત કરવામાં આવી હતી. અલગ અલગ હથીયાર પર કંકુ તિલક કરી શાસ્ત્રોક્ત વિધી સાથે પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજા, ડીસીપી રાકેશ દેસાઈ અને ડીસીપી હેતલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં અને શસ્ત્ર પૂજનમાં જોડાયા હતાં.


ઉપરાંત પોલીસ અધિકારીઓ વાહન અને અશ્વનું પણ પૂજન કર્યું હતું. ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે દશેરાની સાથે સાથે રાષ્ટ્રપિતાનો જન્મ દિવસ પણ છે. દશેરાના પવન પર્વ પર લોકોની શાંતિ અને સલામતી માટે શુભેચ્છાઓ પણ આપી હતી.


જે કાર્યક્રમમાં એસીપી ક્રાઈમ ભરત બસીયા, એસીપી સાયબર ચિંતન પટેલ, એસીપી રાધિકા ભારાઈ, વિ.જે.ચૌધરી, વિજય પટેલ, સી.એચ. જાદવ સહિત તમામ પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ પણ પૂજા વિધિમાં જોડાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application