BREAKING NEWS

બંધ કારખાનામાં કટીંગ ટાંકણે પોલીસ ત્રાટકી : 46 લાખનો દારૂ ઝડપાયો

  • November 26, 2025 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જામકંડોરણાના બંધ કારખાનામાં કટીંગ ટાણે જ દરોડો પાડતા બુટલેગરમાં નાશભાગ મચી જવા પામી હતી. પોલીસે રૂ. 46 લાખની કિંમતની શરાબની 310 પેટી સહીત ચાર ફોર વ્હીલ, મોબાઈલ મળી રૂ. 86.55 લાખના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો લેવા આવેલા ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.


દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો વિગત રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ-જુગારની ગેરકાયદે પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસંધાને રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વી વી ઓડેદરા, એચ સી ગોહિલ અને આર વી ભીમાણીના માર્ગદર્શન હેઠળ એલસીબીની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, દિવ્યેશભાઈ સુવા, હરેશભાઈ પરમાર અને કોન્સ્ટેબલ મીરલભાઈ ચંદ્રવાડીયાને મળેલી સંયુક્ત બાતમીના આધારે જામકંડોરણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કાલાવડ રોડ, પાંજરાપોળ નજીક, બંધ કારખાનામાં આજે વહેલી સવારે આશરે પાંચ વાગ્યે એલસીબીની ટીમે દરોડો પાડતા નાસભાગ મચી જવા પામી હતી.


એલસીબીની ટીમે અહીં દરોડો પાડી રૂ. 46 લાખની કિંમતની 3720 દારૂની બોટલ, બે ક્રેટા કાર, એક હ્યુન્ડાઇ વેન્યુ અને એક કિયા કાર મળી કુલ ચાર કાર, પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂ.86.55 લાખના મુદ્દામાલ સાથે સામત ભીમાભાઇ કરમટા (રહે પંચેશ્વર, જૂનાગઢ), હીરા જીવાભાઇ મોરી (રહે પંચેશ્વર, જુનાગઢ), રાજુ ડાયાભાઈ સિંઘલ (રહે. પંચેશ્વર, જુનાગઢ) કારૂ ધીરુભાઈ ગોહેલ (રહે વેગડી ગામ, ધોરાજી, રાજકોટ)ની ધરપકડ કરી હતી.


પોલીસની પ્રાથમિક તપાસમાં લિસ્ટેડ બુટલેગર ભાવેશ ભોજાભાઈ કોડિયાતાર(રહે. વેગડી, ધોરાજી) અને તેના ભાગીદાર રાજુ પોલાભાઈ કોડિયાતર(રહે. વેગડી, ધોરાજી)એ મંગાવ્યો હતો. જેથી બંને શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.


આ કામગીરીમાં રૂરલ એલસીબી પીઆઈ વી વી ઓડેદરા, પીએસઆઈ એચ સી ગોહિલ, આર વી ભીમાણી, એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનિલભાઈ બડકોદીયાં, શક્તિસિંહ જાડેજા, હેડ કોન્સટેબલ નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, દિવ્યેશભાઈ સુવા, હરેશભાઇ પરમાર, કોન્સ્ટેબલ મિરલભાઈ ચંદ્રવાડીયા અને ડ્રાયવર કોન્સ્ટેબલ અબ્દુલભાઈ શેખ રોકાયા હતા.



ધોરાજી- જૂનાગઢના શખસોએ માલ ઉતાર્યો હતો

દારૂના જથ્થા સાથે ઝડપાયેલ જૂનાગઢનો સામત કરમટા, હીરા મોરી, રાજુ સિંઘલ તેમજ ધોરાજીના વેગડી ગામનો કારૂ ગોહેલ અહીં દારૂનો જથ્થો લેવા અલગ અલગ ચાર કાર લઈને આવ્યા હતા. બે ગાડીઓમાં માલ લોડ પણ કરી નખાયો હતો પણ ટાણે જ પોલીસ ત્રાટકતા બુટલેગરો ઝડપાઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News