BREAKING NEWS

ગોંડલના ખાડિયા વિસ્તારમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો

  • October 11, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગોંડલ બી ડિવિઝન પોલીસે ગોંડલના આશાપુરા ચોકડી પાસે ખાડિયામાં આવેલા મકાન પાસે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી નામચીન શખસને ઝડપી લીધો હતો.પોલીસે દેશીદારૂ, આથો, ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ. ૬,૦૫૦નો મુદામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર, નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા દ્વારા પ્રોહિબિશન જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે હેઠળ ગોંડલ બી ડિવિઝનના પી.આઈ. જે.પી. રાવની રાહબરી હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે આશાપુરા ચોકડી પાસે ખાડિયામાં આવેલા મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી છે. પોલીસે દરોડો પાડતા દારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડી હતી.પોલીસે સ્થળ પરથી મકાન માલિક વિક્રમ ધીરુભાઈ ચારોલીયા(ઉં વ ૨૫)ને પકડી પાડી રૂ.૧ હજારની કિંમતનો પાંચ લિટર દેશીદારૂ, રૂ.૧૮૦૦ ની કિંમતનો ૯૦ લિટર ઠંડો આથો, રૂ. ૨૮૦૦ ની કિંમતના ભઠ્ઠી સાધનો સહિત કુલ રૂ. ૬૦૫૦ નો મુદામાલ કબજે કરી આરોપી સામે પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી

આ કામગીરીમાં પી.આઇ. જે.પી. રાવની રાહબરીમાં એ.એસ.આઈ. હિતેશભાઈ ગામી, પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ મનુભા, રવિભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ સુરપાલસિંહ જયદેવસિંહ, વિપુલભાઈ મેર સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application