ભાણવડ પોલીસે બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી રૂ.પચ્ચાસ હજારની કિંમતનો એક હજાર લીટર આથો ઝડપી પાડયો છે, દરોડા દરમ્યાન નામચીન બુટલેગર ભીમા પરબત મોરી નામનો ઇસમ ફરાર થતાં પોલીસે શોધખોળ કરી છે.
બનાવની પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ બરડા ડુૅગરમાં દેશી દારૂની ચઠ્ઠી ચાલતી હોવાની પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન ચોકકસ બાતમી મળી હતી. જેથી પોલીસ કાફલો બરડા ડુૅગરમાં પહોંચ્યો હતો. જયાં ધામણી નેશ વિસ્તારમાં નદીનાં કાંઠા પાસે દારૂની ભઠ્ઠી મળી આવી હતી.
પોલીસે સ્થળ ઉપરથી દારૂ બનાવવાનો આથો તેમજ સાધનો મળી કુલ રૂ. પચ્ચીસ હજારનો મુદામાલ કબજે કર્યોહતો. જો કે દરોડા દરમ્યાન નામચીન બુટલેગર ભીમા પરબત મોરી નામનો રબારી શખ્સ ફરાર થઇ ગયો હતો. જેને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.
દરોડાની કાર્યવાહી ભાણવડનાં પી.આઇ.કે.બી. રાજવી, પી.એસ.આઇ., પી.જે. ખાંટ, સ્ટાફનાં ગીરીશભાઇ ઉધેજીયા, કેશુરભાઇ ભાટીયા, જીતુભાઇ જામ, અજય ભારવડીયા, વેજાણંદભાઇ બેરા, કિશોરસિંહ જાડેજા તથા ફોરેસ્ટ વિભાગનાં રામદેભાઇ કોટા સહિતે કરી હતી.