BREAKING NEWS

મિત્રની હત્યા નીપજાવનાર આરોપી પાસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવતી પોલીસ

  • December 10, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ત્રિકોણબાગ નજીક ધાર્મિક મકવાણા નામના યુવાનને છરીનો ઘા ઝીંકી હત્યા નીપજાવનાર આરોપી મયુર લઢેરને ઝડપી લીધા બાદ આજરોજ એ ડિવિઝન પોલીસની ટીમે તેને બનાવસ્થળે લઇ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું. પોલીસે આગવી ઢબે સરભરા કરતા હત્યારાએ બે હાથ જોડી દીધા હતા. આરોપીએ બનાવસ્થળે લાવતા અહીં લોકોના ટોળા એકત્ર થયા હતાં.
ખાટકીવાસ નજીક ઠક્કરબાપા છાત્રાલય પાસે શેરી નં.–૫ માં રહેતા ધાર્મીક મકવાણા નામના ૧૮ વર્ષીય યુવાન તેના મિત્ર રાહત્પલ વાઘેલાની બર્થડે પાર્ટીમાં ગયો હતો. અહીં ઠક્કરબાપા છાત્રાલય નજીક મિત્રોએ સાથે મળીને કેક કાપી હતી. બાદમાં ધાર્મિક, યુગ વાઘેલા અને જયદીપ શીંગાળા ચા–પાણી પીવા ત્રિકોણબાગ નજીક આવેલ મોમાઈ હોટેલ ખાતે ગયેલ હતા. જયા ધાર્મિકે ફટપાથ પર સુતેલા ગરીબોને હેરાન કરતો હતો. જે બાબતે જયદીપએ અંકિત ઘાવરીને ફોન કરી ધાર્મીક ત્રીકોણ બાગ પાસે આવેલ મોમાઈ ટી–સ્ટોલ પાસે તોફાન કરે છે અને ગરીબ લોકોને હેરાન કરે છે. તમે લોકો અહીં આવો તેમ જણાવેલ હતું. જેથી અંકિત, રાહત્પલ જગદીશભાઇ વાઘેલા, મયુર કિશોરભાઇ લઢેર ત્રણેય રીક્ષા લઈને મોમાઇ હોટલ પાસે ગયેલ હતા. ત્યા ધાર્મીકને તોફાન ન કરવા અંગે સમજાવતા હતા. ત્યારે ધાર્મીક અને મયુર વચ્ચે પ્રથમ ઝપાઝપી અને ત્યારબાદ ઝગડો થયેલ હતો. દરમિયાન મયુર તેની રીક્ષામાંથી એક છરી લઈ આવેલ અને ધાર્મીકને છરી વડે છાતીની ડાબી બાજુ એક ઘા મારી દીધેલ હતો અને બાદમાં મયુર તેની રીક્ષા લઈને નાસી ગયેલ હતો. ત્યારબાદ ધાર્મિકને તેના મિત્રો અન્ય એક રીક્ષામા બેસાડી સીવીલ હોસ્પિટલ લઈ ગયેલ હતા. જયા સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ધાર્મિકે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો.
એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ બી.વી. બોરીસાગર તથા ટીમે તાકીદે આરોપી મયુર કિશોરભાઈ લઢેરની ધરપકડ કરી હતી. બાદ આજે ઘટનાનું રીકન્સટ્રકશન કરવા બનાવસ્થળે લઇ જવાયો હતો. જયા પોલીસે આરોપીની આગવી ઢબે સરભરા કરતા બે હાથ જોડી સૌની માફી માંગી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application