BREAKING NEWS

ડ્રગ્સના દુષણ સામે પોલીસની લાલ આંખ: કેબીન પાર્લર,કાફે - પાનની દુકાને ચેકિંગ

  • December 01, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
યુવાનો નશાના રવાડે ચડી તેમનું જીવન ખુવાર કરી રહ્યા છે. ત્યારે યુવાનોને નશાના ચુંગાલમાંથી છોડવવા માટે પોલીસે માદક પદાર્થનું વેચાણ કરનાર શખસો સામે લાલ આંખ કરી છે. રાજકોટમાં એસઓજીની અલગ અલગ ચાર ટીમો દ્વારા શહેરના અલગ અલગ 16 સ્થળોએ ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. પાનના ગલ્લા, કેબિન પાર્લર, કાફે ખાતે મોટાપાયે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.


જાણવા મળતી વિગતો મુજબ, યુવાધનને ડ્રગ્સ સહિતના માદક પદાર્થના દુષ્ણથી દૂર રાખવા ડીસીપી ક્રાઇમ જગદીશ બંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઈ વી. કે.ઝાલા, એમ બી ઘાસુરા સહીતની ચાર ટીમો દ્વારા શહેર આખામાં ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એસઓજીની ટીમે કાલાવડ રોડ, 150 ફૂટ રીંગ રોડ, ન્યારી ડેમ સહિતના સ્થળે અલગ અલગ ટીમો બનાવી પાનના ગલ્લા, કેબિન પાર્લર, કાફે સહિતના સ્થળે ચેકીંગ શરૂ કર્યું હતું.


એસઓજી દ્વારા અહીં નશાકારક પદાર્થ જેવા કે ઈ-સિગરેટ(વેપ), હૂકા તેમજ અન્ય નશા માટે ઉપયોગમાં લેવામાં આવતી ચીજ વસ્તુઓના વેચાણ અંગે કડક ચેકીંગ હાથ ધર્યું હતું. જો કે, પોલીસના ચેકીંગમાં કોઈ પણ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યું ન હતું. ઉપરાંત અલગ અલગ કેબિન પાર્લર અને કાફેમાં યુવાનોના બેગથી માંડી તમામ ચીજ વસ્તુઓ ચેક કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application