BREAKING NEWS

જામનગર શહેરમાં ૨૦ લાખના સોનાના દાગીના ભરેલી બેગ શોધી આપતી પોલીસ

  • November 11, 2025 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર શહેરમાં રીક્ષામાં પાછલી સીટમાં ૨૦ લાખના દાગીના ભરેલો થેલો ભુલાઇ ગયો હતો, દરમ્યાન કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર દ્વારા તાકીદે તપાસ કરીને આ દાગીના ભરેલી બેગ શોધી આપી મુળ માલીકને પરત કરવામાં આવી છે.


જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ ડીવાયએસપી મિત રૂદલાલની સુચના મુજબ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ રૂમના સ્ટાફ સીસી કેમેરા સર્વેલન્સની કામગીરી પર હતા ત્યારે અરજદાર ઢીચડા રોડ, જામનગર ખાતે રહેતા મહાવીરસિંહ જોરૂભા જાડેજાના જણાવ્ય મુજબ ગત તા. ૧૦-૧૧-૨૫ સાંજના ૫ વાગ્યે તેઓ બહારગામ લગ્નપ્રસંગમાં ગયા હતા અને ત્યાથી પરત આવતા બસ સ્ટેન્ડથી ઘરે જવા માટે રીક્ષામાં બેઠા હતા.


ઘરે આવ્યા એ દરમ્યાન તેઓ સોનાના દાગીના આશરે ૨૦.૩૮ લાખનો થેલો રીક્ષાની પાછલી સીટી પાછળ રાખ્યો હતો જે ભુલી ગયા હતા, જે શોધી આપવા અરજદારે કમાન્ડ એન્ડ ક્ધટ્રોલનો સંપર્ક કરતા પીએસઆઇ બી.બી. સીંગલના માર્ગદર્શન હેઠળ એએસઆઇ પરેશભાઇ, હેડ કોન્સ પ્રદિપસિંહ, જેસાભાઇ, રીનાબા, પારૂલબા, દિવ્યાબેન તથા એન્જીનીયર પ્રિતેશ સહિતના સ્ટાફ દ્વારા અલગ અલગ સીસી કેમેરા ચકાસતા સંતોષી માતાના મંદિર વિસ્તારના કેમેરામાં અરજદાર જે રીક્ષામાં બેઠેલા તે રીક્ષા નં. જીજે૩૬યુ-૬૪૩૧ હોવાનુ ઘ્યાનમાં આવ્યુ હતું.

​​​​​​​
આ રીક્ષાચાલકનો આરટીઓ ડેટા ચેક કરતા રીક્ષાનો માલિક મોરબી જીલ્લાનો હોય જેને ટેલીફોનીક વાત કરતા ૮ મહીના પહેલા પોતાની રીક્ષા જામનગર ખો વહેચી દીધી હોવાનુ જણાવ્યુ હતું, રીક્ષા પર એલઓયુકે-૨ લખેલ હોય અને સીસી મુવમેન્ટ જોતા સાંજના ૬ વાગ્યે રીક્ષા રેલ્વે સ્ટેશન બ્રીજ તરફ ગયેલ હતી દરમ્યાન એ વિસ્તારમાં જઇ હયુમન સોર્સ તથા બાતમીરાહે રીક્ષાચાલકને શોધી ચાલક પાસેથી થેલો મેળવી અરજદારને ગણતરીની કલાકમાં સોપી આપ્યો હતો. બેંગમાં ૭ સોનાની વીટી, ૧ મંગળસુત્ર, ચેન, પેડલ, ૪ બંગડી, બે જોડી બુટી, કાનની શેરુ, નાકની ૪ ચુક અને રોકડા ૨૫૦૦ મળી કુલ ૨૦.૩૮.૦૦૦ના દાગીના હતા. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News